ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલ સહિત પાટીદાર આંદાલનકારીઓ સામેના ૧૪ કેસો સરકારે પરત ખેચી લીધા છે જેમાં રાજય સરકારે હાલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે જે બે રાજદ્રોહના કેસ કર્યા હતા તેનો પણ સમાવેશ થાય છે.
તો આંદોલનના અન્ય ક્ન્વીનર દિનેશભાઈ બાંભણીયા, અલ્પેશ કથીરીયા, ચિરાગ પટેલ સામેના કેસ પણ પાછા ખેંચાયા છે અને હવે પાટીદાર આંદોલનકારીઓ સામે કોઈ સરકારી કેસ પેન્ડીંગ નથી. આ આંદોલનમાં 14 જેટલા પાટીદાર યુવાનોના બલીદાન થયા હતા અને છ માસથી વધુ સમય ચાલેલા આંદોલનમાં સંખ્યાબંધ કેસ થયા હતા.
જેમાં સરકારે અલગ-અલગ સ્થળો પરની ઘટનામાં 14 કેસ કર્યા હતા અને તેમનો રાજદ્રોહ જેવા ગંભીર આરોપ પણ લગાવાયા હતા તે પણ હવે કેસ પાછા ખેચી આ તમામ 14 કેસ અમદાવાદ, સુરત, મહેસાણા તથા ગાંધીનગરમાં નોંધાયા છે જે પરત ખેંચી લેવાયા છે.