રાજસ્થાનમાં ચર્ચિત જોધપુર આશ્રમ દુષ્કર્મ કેસમાં આસારામને લઈને મોટો ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટએ આસારામની આજીવન કેદની સજાને યથાવત રાખી છે અને તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. સાથે જ કોર્ટ દ્વારા તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણય બાદ આસારમાં માટે ફરી જેલમાં પરત જવાનું નિશ્ચિત બની ગયું છે, કારણ કે હાલ તેઓ પેરોલ પર જેલની બહાર હતા.
હાઈકોર્ટની બેન્ચનો મહત્વપૂર્ણ નિર્ણય
જોધપુર પીઠની ડિવિઝન બેન્ચ, જેમાં જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિત સામેલ હતા, તેમણે આસારામ સહિત ત્રણ આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર સુનાવણી કરી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે સગીર યુવતી પર દુષ્કર્મના કેસમાં નીચલી અદાલતે આપેલી સજા યોગ્ય છે અને તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. આથી આસારમાંની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે.
ગેંગરેપના આક્ષેપમાંથી રાહત, પરંતુ સજા યથાવત
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ પુરાવાઓના આધારે ગેંગરેપ (સામૂહિક દુષ્કર્મ)નો ગુનો સાબિત થતો નથી. તેથી આસારમાંને આ ચોક્કસ આક્ષેપમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પરંતુ અન્ય ગંભીર ગુનાઓ પૂરતા પ્રમાણમાં સાબિત થતા હોવાથી તેમની મુખ્ય સજા — આજીવન કેદ — યથાવત રાખવામાં આવી છે.
આ કેસમાં સહ-આરોપી શિલ્પી અને શરતચંદની અપીલ પર પણ કોર્ટે નિર્ણય આપ્યો છે, જેમાં તેમને આંશિક રાહત મળી છે.
શું હતો સમગ્ર કેસ?
આ કેસ વર્ષ 2013નો છે, જ્યારે જોધપુર સ્થિત આશ્રમમાં એક સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મનો આરોપ આસારમાં પર લાગ્યો હતો.
- પોલીસ દ્વારા તપાસ બાદ ચાર્જશીટ દાખલ
- લાંબી કોર્ટ પ્રક્રિયા બાદ 2018માં સ્પેશિયલ કોર્ટે દોષિત જાહેર કર્યા
- આસારમાંને આજીવન કેદની સજા ફટકારાઈ
હવે હાઈકોર્ટના આ તાજા ચુકાદા બાદ તેમની સજા યથાવત રહી છે અને તેમને ફરી જેલમાં જવું પડશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel