નડિયાદના વડતાલ ગામ ખાતે આવેલ ભૂગર્ભ ગટર યોજના ની સંપાદિત થયેલ જમીન ના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે આકરા પાણીએ થયેલ નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પ્રતિક્રિયા આપતા રજીસ્ટારને ગમે તેની જમીનનો ગમે તેના નામે દસ્તાવેજ કરી આપવાની સરકારે સત્તા આપી નથી રજીસ્ટરે દસ્તાવેજ ની નોંધણી ના સમયે જમીન કોની છે અને કોણ દસ્તાવેજ કરે છે તેની ચોકસાઈ રાખવી જોઈએ સાથે કોઈ ની જમીનનો ખોટા આધારકાર્ડના આધારે કોઈને દસ્તાવેજ કરી ના આપે તે માટે કલેક્ટરે વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેમ જણાવ્યું છે.
નડિયાદ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ આ મામલે વધુ જણાવ્યું છે કે વડતાલ સરપંચ દ્વારા આ અંગે જાણ કરતા પોતે તુરંત જ રૂબરૂ કલેકટર કચેરીએ ગયા હતા અને એડિશનલ કલેકટર આ અંગે રજૂઆત કરી ઘટતું કરવાનું જણાવ્યું હતું જેના પગલે હરકતમાં આવેલ તંત્ર દ્વારા વડતાલ ખાતેની ભુગર્ભ ગટર યોજના ની સંપાદિત થયેલ જમીનના થયેલ વેચાણ દસ્તાવેજ પર કલેકટર દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે, ઉપરાંત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોઈપણ જમીનનો દસ્તાવેજ થાય તેની પ્રાંત અધિકારી અને મામલતદારને ખરાઈ કરવાની હોય છે આ મામલે પ્રાંત અધિકારી એ પણ અન દેખી કરી હોય તેમ દસ્તાવેજ ને સાચો ગણ્યો હોય માટે પ્રાંત અધિકારી પણ દોષિત ગણાય અને આ બાબત ઘણી ગંભીર છે માટે સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.
વડતાલની ભૂગર્ભ ગટર યોજના ની સંપાદિત થયેલ જમીન નો વેચાણ દસ્તાવેજ કરી આપનાર તેમજ કરનાર બંનેને ખબર હશે જ કે આ સરકારી જમીન છે તેમ છતાં દસ્તાવેજ થયા છે ત્યારે તેઓ પણ કસૂરવાર ગણાય માટે વહીવટી તંત્ર દ્વારા આ મામલે સૂઓમોટો કરી ત્વરીત વેચાણ દસ્તાવેજ થઈ ગયેલ ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત થયેલ જમીન ને સરકારના નામે કડવી જોઈએ તેવો મત નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ વ્યક્ત કર્યો છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)