લાલુ પ્રસાદ યાદવનો પરિવાર, જે બિહારની રાજનીતિમાં દાયકાઓથી શક્તિ અને એકતાનું પ્રતિક માનવામાં આવતો હતો, હવે ગંભીર વિખવાદ અને તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ વિખવાદની શરૂઆત જૂના કુટુંબીય મતભેદોથી થઈ હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં તે પરિવારના દરેક સભ્યોને અસર કરતો મોટો તોફાન બની ગયો છે.
રાબડી દેવીના ભાઈઓ સાથેની જૂની રાજકીય ખેંચતાણ
90ના દાયકામાં, જ્યારે લાલુ યાદવ સત્તાના શિખરે હતા અને રાબડી દેવી મુખ્યમંત્રી બની, ત્યારે રાબડીના ભાઈઓ સાધુ અને સુભાષ યાદવના અતિશય દખલને કારણે પહેલી મોટી તિરાડ પડી. પાર્ટીમાં મહત્વ ન મળવાથી સાધુ યાદવે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે સુભાષે ધીમે ધીમે રાજકારણથી અંતર બનાવ્યું.
તેજ પ્રતાપ અને ચંદ્રિકા રાય વચ્ચેના મતભેદ
લાલુ યાદવના જમાઈ અને ઐશ્વર્યા રાયના પિતા ચંદ્રિકા રાય સાથેનો વિવાદ પણ પરિવારને હચમચાવી ગયો. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન માત્ર 6 મહિનામાં તૂટવાની કગાર પર આવી ગયા. બાદમાં ચંદ્રિકા રાયે RJD છોડી JDUમાં જોડાયા અને 2024ની લોકસભા ચૂંટણીમાં રોહિણી આચાર્ય વિરુદ્ધ પ્રચાર કરી પરિવાર અને પાર્ટીના સંબંધોને વધુ ખરાબ કર્યા.
તેજ પ્રતાપને પાર્ટીમાંથી બહાર કરવાની કાર્યવાહી
વર્ષ 2025માં તેજ પ્રતાપનો એક ફોટો વાઈરલ થતાં તેમની સામે કડક પગલાં લેવાયા. લાલુ યાદવે પહેલી વાર પોતાના પુત્રનેજ પાર્ટીમાંથી બહાર કાઢ્યો. આ પગલું પરિવાર માટે મોટા ઝટકા સમાન હતું. ગુસ્સે ભરાયેલા તેજ પ્રતાપે નવી પાર્ટી— જનશક્તિ જનતા દળ (JJD)—ની સ્થાપના કરી, જેને કારણે ઘર અને રાજકારણ બંનેમાં તણાવ વધી ગયો.
રોહિણી આચાર્યનો આક્રંદ અને સંબંધ તોડવાની જાહેરાત
2025ની ચૂંટણી બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. લાલુ યાદવની પુત્રી અને સારણની ભૂતપૂર્વ ઉમેદવાર રોહિણી આચાર્યે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને પરિવાર સાથેના તમામ સંબંધ તોડી નાખ્યાની જાહેરાત કરી.
તેમણે ખુલાસો કર્યો કે—
- તેમને ગંદી ગાળો આપવામાં આવી,
- ચંપલથી મારવાની ધમકી આપવામાં આવી,
- ‘ગંદી કિડનીવાળી’ જેવા અપમાનજનક શબ્દો વપરાયા,
- ટિકિટ માટે કરોડો લીધા હોવાના ખોટા આરોપ લગાડાયા.
આવાં અપમાન બાદ રોહિણી ઘર છોડીને સિંગાપુર પરત ફરી ગઈ. તેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની.
લાલુની અન્ય ત્રણ પુત્રીઓએ પણ 10 સર્ક્યુલર રોડ ઘર છોડી દીધું
રોહિણીના આંખલા બાદ રવિવારે લાલુની ત્રણ પુત્રીઓ—
- રાગિની,
- ચંદા,
- રાજલક્ષ્મી—
પણ પટણાનું નિવાસ છોડી દીધું. હવે 10 સર્ક્યુલર રોડ પર ફક્ત લાલુ, રાબડી અને મીસા ભારતી જ રહે છે.
લાલુ યાદવનું મૌન—સૌથી મોટો સવાલ
પરિવાર વિખેરાઈ રહ્યો છે, પુત્ર બળવાખોર થયો છે, પુત્રી સંબંધ તોડી રહી છે, બહેનો ઘર છોડીને જઈ રહી છે—એવામાં લાલુ યાદવનું મૌન રાજકીય અને કુટુંબીય રીતે સૌથી મોટો પ્રશ્ન બની ગયું છે.
એક સમયનો સુપર પાવરફુલ ‘લાલુ કુંટુંબ’ હવે અલગાવ અને આંતરિક વિખવાદનો ભોગ બની ગયો છે.
આ સમગ્ર પરિસ્થિતિ માત્ર પરિવારનો સંકટ નથી, પરંતુ બિહારની રાજનીતિમાં RJDના ભવિષ્ય માટે પણ એક ગંભીર ચેતવણી બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel