1. ગર્ભાધાનઃ જીવનની સાથે અધિકારોની શરૂઆત
ગર્ભાધાન સંસ્કાર એટલે જીવનનો પ્રારંભ. ગર્ભાધાન સાથે વ્યક્તિના લિંગ અને આરોગ્યની રૂપરેખા બની જાય છે. એ જ રીતે બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયની જોગવાઈઓ દ્વારા આપણાં બંધારણીય અધિકારો નક્કી થઈ રહ્યા છે.
2. પુંસવનઃ ગર્ભની સુરક્ષા અને સમાનતાનો અધિકાર
પુંસવન સંસ્કાર એટલે ગર્ભમાં શિશુની તંદુરસ્તીની પ્રાર્થના. બંધારણના અનુચ્છેદ-21માં જીવનની સુરક્ષાનો અધિકાર છે. ભારતીય ન્યાય સંહિતામાં ભ્રૂણ હત્યા ગુનો છે અને લૈંગિક સમાનતા માટે ગર્ભમાં રહેલા શિશુનું જાતિ પરીક્ષણ અને ગેરકાયદે ગર્ભપાત પર કાયદાકીય પ્રતિબંધ છે.
3. સીમન્તોન્નયનઃ ગર્ભવતી મહિલાનો અધિકાર
સીમન્તોન્નયન સંસ્કાર એટલે ગર્ભવતી મહિલાની સુરક્ષા. સુપ્રીમ કોર્ટના ચુકાદામા અનુચ્છેદ-21 હેઠળ આરોગ્યનો મૌલિક અધિકાર છે. નવા શ્રમ કાયદામાં ગર્ભવતી માટે ખાનગી ક્ષેત્રમાં પણ માતૃત્વ અવકાશની જોગવાઈ કરાઈ છે.
4. જાતકર્મ: જન્મની સાથે મળતા અધિકાર
જાતકર્મ સંસ્કાર એટલે નવજાતનું સ્વાગત. બાળકોને જન્મની સાથે નાગરિક તરીકે બંધારણીય અધિકાર મળે છે. અનુચ્છેદ-39 (એફ) અનુસાર બાળકોની સુરક્ષા અને સમ્યક વિકાસ માટે સરકારની જવાબદારી છે.
5. નામકરણઃ ઓળખ અને નાગરિકતાનો અધિકાર
નામકરણ સંસ્કાર એટલે ઓળખ પ્રાપ્ત કરવી. અનુચ્છેદ-5 અનુસાર જન્મની સાથે જ બાળકોને નાગરિકતા મળી જાય છે. ઓળખ અને ગરિમાપૂર્ણ અસ્તિત્વના અધિકાર માટે બાળક આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ પ્રાપ્ત કરી શકે છે.
6. નિષ્ક્રમણઃ આવવા-જવાની સ્વતંત્રતાનો સૌને અધિકાર
નિષ્ક્રમણ સંસ્કાર એટલે શિશુ અને સૌનું ઘરની બહાર આવવું. અનુચ્છેદ-19(1) અનુસાર બાળકો સહિત નાગરિકોને સ્વતંત્ર રીતે સમગ્ર દેશમાં ગમે ત્યાં પરિવહન અને વ્યવસાય કરવાનો અધિકાર છે.
7. અન્નપ્રાશનઃ પોષણ અને ભોજનના અધિકારની ગેરન્ટી
અન્નપ્રાશન સંસ્કાર એટલે પહેલા અન્ન ગ્રહણ કરવું. વર્ષ 2013માં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો પસાર થયા પછી લોકોને ભોજનનો અધિકાર પ્રાપ્ત છે. સ્વસ્થ પોષણ માટે અનુચ્છેદ-47માં પણ જોગવાઈ છે.
8. ચૌલકર્મઃ સૌને સ્વચ્છ પર્યાવરણનો અધિકાર
ચૂડાકર્મ સંસ્કાર એટલે શુદ્ધિ અને નવી શરૂઆતનો કર્મ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર અનુચ્છેદ-21 હેઠળ બાળકો અને બધા નાગરિકોને જન્મ પછી સ્વચ્છ અને સારા પર્યાવરણમાં જીવવાનો અધિકાર પ્રાપ્ત છે.
9. કર્ણવેધઃ શિક્ષણ અને જ્ઞાનનો મૌલિક અધિકાર
કર્ણવેધ એટલે બૌદ્ધિક વિકાસનો પ્રારંભ. 86મા સુધારા દ્વારા અનુચ્છેદ-21(એ)માં 6થી 14 વર્ષ સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણનો મૌલિક અધિકાર છે. અનુચ્છેદ-51(એ)માં બાળકોના શિક્ષણ માટે વાલીઓની ફરજો નક્કી કરેલી છે.
10. ઉપનયનઃ શિક્ષણમાં સમાન અવસરનો અધિકાર
ઉપનયન સંસ્કાર એટલે ગુરુ પાસેથી દીક્ષા. સાતમી અનુસૂચિ હેઠળ શિક્ષણનો વિષય સમવર્તી યાદીમાં છે. પ્રાથમિક શિક્ષણના બંધારણીય અધિકાર માટે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે સરકારી શાળાઓની વ્યવસ્થા છે.
11. વેદાધ્યયનઃ અભિવ્યક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિનો અધિકાર
વેદાધ્યયન સંસ્કાર એટલે જ્ઞાન અને અભ્યાસ. અનુચ્છે-19 (1)(ક)માં અભિવ્યક્તિની આઝાદી માટે જ્ઞાનાર્જનનો બંધારણીય અધિકાર છે. અનુચ્છેદ-51-એ(એચ)માં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની મૌલિક ફરજ નક્કી કરેલી છે.
12. લગ્નઃ સમાનતા-સુરક્ષાની બંધારણીય જોગવાઈ
લગ્ન સંસ્કાર એટલે સમાનતા અને ભાગીદારી. લગ્ન પછી મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે બંધારણના અનુસાર સંસદમાં અનેક કાયદા બનાવાયા છે. લગ્ન પછી પણ સ્ત્રી-પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવા માટે અનુચ્છેદ-14 અને 15માં જોગવાઈ છે.
13. ગૃહસ્થઃ પરિવાર અને સમાજ પ્રત્યે જવાબદારી
ગૃહસ્થાશ્રમ એટલે પરિવાર અને સમાજ પ્રત્યે જવાબદારી. અનુચ્છેદ-301 હેઠળ ઘર-ગૃહસ્થી ચલાવવા માટે લોકોને વેપાર, વાણિજ્ય અને સંપત્તિના અધિકાર મળેલા છે. પર્યાવરણ અને સમાજની સેવા માટે 42મા બંધારણીય સુધારા દ્વારા મૌલિક ફરજોને સામેલ કરાઈ હતી.
14. વાનપ્રસ્થઃ ન્યાય અને રાષ્ટ્રીય ફરજની જવાબદારી
વાનપ્રસ્થ આશ્રમ એટલે સેવા અને આત્મનિયંત્રણ. બંધારણની પ્રસ્તાવનાને સફળ બનાવવા માટે સરકારની સાથે નાગરિકોની પણ જવાબદારી નક્કી કરાઈ છે. જેના માટે અનુચ્છેદ-51માં મૌલિક ફરજોની જોગવાઈ છે.
15. સંન્યાસઃ વિચાર, આસ્થા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
સંન્યાસ આશ્રમ એટલે આસ્થા અને વિચારોની સ્વતંત્રતા. અનુચ્છેદ-19(1)માં અભિવ્યક્તિ અને સમુહમાં ચર્ચા કરવાનો, અનુચ્છેદ-25થી 18માં લોકોને ધર્મ, વિચાર, આસ્થા અને અભિપ્રાયની મૌલિક સ્વતંત્રતાનો અધિકાર છે.
16. અંત્યેષ્ટિઃ મૃત્યુમાં પણ ગૌરવ અને અધિકાર
અંત્યેષ્ઠિ સંસ્કાર એટલે મૃત્યુમાં પણ ગરિમા. અનુચ્છેદ-21 ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર આપે છે. વસિયત કે અન્ય કાયદા મુજબ મૃત્યુ પહેલા કિ મૃત્યુ પછી ધન સંપત્તિ પરિજનોમાં વહેંચવા કે દાન આપવાનો અધિકાર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel