સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લી., ભાવનગર દ્વારા આજરોજ શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એક્સપ્રેશન ૨૦૨૪ અંતર્ગત નીચે મુજબની જુદી જુદી સ્પર્ધાઓ યોજાય
ગઈ તા.૦૭.૧૨.૨૦૨૪ ના રોજ ફીલ્મીગીત (કરાઓકે) સ્પર્ધામાં કોલેજ વિભાગના ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જ્યારે રેડીયો જોકી સ્પર્ધામાં રર સ્પર્ધકોએ ભાગ લીધેલ. સમાચાર વાંચનની સ્પર્ધામાં ૩૮ સ્પર્ધકોએ ભાગ લીધેલ. લોકગીત સ્પર્ધામાં ૩૮ સ્પર્ધકોએ સારૂ પ્રદર્શન રજુ કર્યું નિર્ણાયકોના મન ડોલાવી દીધા. બપોર પછી સેન્ટ્રલ ડોમ ખાતે લોકનૃત્ય સ્પર્ધામાં ૧૦ ટીમોએ ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી જેમાં ૧૩૫ સ્પર્ધકોએ ભાગ લીધેલ.
તા.૦૮.૧૨.૨૦૨૪ ના રોજ તત્કાલ મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ૪૭ સ્પર્ધકોએ ભાગ લઈ નિર્ણાયકોના રોમાંચીત કરી દીધા. કૌન બનેગા નોલેઝપિત સ્પર્ધામાં ર૪ સ્પધર્કોએ ભાગ લીધેલ. જ્યારે સેન્ટ્રલ ડોમ ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજીની ૭ ટીમોએ ભાગ લીધેલ અને ટેકનોલોજીના આવનારા યુગમાં ઉત્કૃષ્ટ મોડેલો રજૂ કરેલ. ઈનોવેટીવ બીઝનેશ આઇડીયા સ્પર્ધામાં ૧૭ સ્પર્ધકોએ ભાગ લીધેલ તેમજ તત્કાલ ચિત્ર સ્પર્ધામાં કોલેજ વિભાગમાંથી ૪૧ સ્પર્ધકોએ ભાગ લીધેલ તેમ સુમિટોમો એકસેલ એકપ્રેશન-૨૦૨૪ના ચેરમેન શ્રી સતીષભાઈ મહેતાની યાદીમાં જણાવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સતીપભાઈ મહેતા (ડી.જી.એમ.)નું સતત માર્ગદર્શન મળેલ અને તેમની રાહબરી નીચે પ્રોજેકટ કો ઓર્ડીનેટર વનરાજસિંહ ચાવડા તથા નરેશભાઈ ભટ્ટ તથા ચેતનભાઈ પરમાર તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી તથા કોલેજો, ડિપાર્ટમેન્ટસના આચાર્ય. પ્રિન્સીપાલશ્રીઓ તથા અધ્યાપકશ્રીઓનો શુભ સહયોગ પ્રાપ્ત થયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્ણાયકશ્રીઓ તથા સંયોજકશ્રીઓએ ખુબ જહેમત ઉઠાવેલ.