નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે – ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશે.
વાહનચાલકોને પણ ટ્રાફિક સિગ્નલને અનુસરવા માટે જાગૃત કરાશે. સાથે સાથે વળાંક માટેના પટ્ટા દોરવા સહિતની કામગીરી બે-ચાર દિવસમાં પૂર્ણ કરાશે. અવરજવરના આધારે ડ્યુરેશન સેટ કરાશે હાલમાં વાહનોની અવરજવરના આધારે – ક્રાઉડના આધારે સિગ્નલનું ડ્યુરેશન સેટ કરવામાં આવશે. જેમાં કિડની તરફથી આવતાં માર્ગ પર 30 સેકેન્ડ જ્યારે મહાગુજરાત – ઉત્તરસંડા તરફના માર્ગે 1 મિનીટ લાંબુ સિગ્નલ સેટ કરવાની વિચારણા છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)