કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા.
અગાઉ કેન્દ્ર સરકારે 22 રાજ્યોને SDRF ફંડ જાહેર કર્યું હતું
કેન્દ્ર સરકારે 22 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે રૂપિયા 7 હજાર 532 કરોડ જાહેર કર્યા હતો. જેમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને સૌથી વધુ 1 હજાર 420.80 કરોડ રૂપિયા આપ્યો હતો. જ્યારે ગોવાને સૌથી ઓછું માત્ર 4.80 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ઉત્તર પ્રદેશને 812 કરોડ રૂપિયા અપ્યા હતો. તો ઓડિશાને 707.60 કરોડનું ફંડ મળ્યું હતુ. જ્યારે બિહારને 624. 40 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. તો આ તરફ ગુજરાતને 584 કરોડ રૂપિયા ફંડ મળ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશને 493.60 કરોડનું ફંડ મળ્યું હતું.
22 રાજ્ય સરકારોને રૂ. 7,532 કરોડ ફાળવ્યા હતો
અગાઉ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આજે સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ્સ માટે 22 રાજ્ય સરકારોને રૂ. 7,532 કરોડ ફાળવ્યા હતા. આ રકમ ગૃહ મંત્રાલયની ભલામણો અનુસાર જારી કરવામાં આવી હતી.
બિપોર વાવાઝોડાના પગલે ગુજરાતના જુનાગઢ, પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં 1752 કરોડથી પણ વધારેનું નુકસાન થયુ હતુ.જેમાં સરકારે 742 કરોડની રુપિયાની વળતરની માગણી કરી હતી. જો કે કેન્દ્ર સરકારની ટીમે સર્વે કર્યો હતો. તેના બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે વાવાઝોડાના પગલે ખેતરમાં પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ.તેને સર્વે રાજ્ય સરકારે કર્યો હતો.