યૌન શોષણ મામલે 20 વર્ષ જેલની સજા ભોગવી રહેલ ડેરા પ્રમુખ રામ રહીમ ગઈકાલે ફેરોલ પર 21 દિવસ માટે બહાર આવ્યો છે. ત્યારે બાબાના બહાર આવતા જ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે કારણ કે રામ રહિમ રાજસ્થાનનો વતની છે અને ત્યાના ઘણા ગામો પર તેનુ વર્ચસ્વ છે. જોકે રાજસ્થામાં ચૂંટણીને હવે 2 દિવસ બાકી છે અને એ પહેલા રામ રહિમ ફેરોલ પર બહાર આવતા હોબાળો મચી ગયો છે. આ બધાની વચ્ચે સવાલ એ પણ થતો હશે ને કે રામ રહિમને જેલ કેમ થઈ તેમજ કયા એવા ગુનાને કારણે રામ રહિમને 10, 15 નહી પણ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી?
તમને જણાવી દઈએ કે 2017માં સાધ્વીના યૌન શોષણ, છત્રપતિ હત્યા કેસ અને રણજીત હત્યા કેસમાં રામ રહિમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તેને ઘણી વખત પેરોલ આપવામાં આવ્યો છે. CBIની વિશેષ અદાલતે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને સજાની જાહેરાત કરી છે. તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને બળાત્કારના બે કેસમાં 10-10 વર્ષની એટલે કે 20 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે 15-15 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે, જે પીડિતને આપવામાં આવશે. આ રીતે રામ રહીમને તેના દુષ્કર્મ માટે આજીવન કેદ કરતાં પણ મોટી સજા મળી છે. તમને જણાવી દઈએ તો આજીવન કેદમાં, સામાન્ય રીતે દોષિતને 14 વર્ષ માટે જેલમાં મોકલવામાં આવે છે
રોહતક જેલની અંદર કોર્ટ રૂમમાં સજા અંગેની ચર્ચા પૂરી થયા બાદ રામ રહીમે જજની સામે દયાની ભીખ માંગવાનું શરૂ કર્યું. પંચકુલાથી જજ જગદીપ સિંહ હેલિકોપ્ટર દ્વારા રોહતક પહોંચ્યા હતા. તેમણે બંને પક્ષોને ચર્ચા માટે 10-10 મિનિટનો સમય આપ્યો હતો. ફરિયાદ પક્ષે રામ રહીમ માટે આજીવન કેદની માંગણી કરી હતી. બચાવ પક્ષે કહ્યું કે રામ રહીમ એક સામાજિક કાર્યકર છે. તેણે સારા કામો કર્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈને સજા હળવી થવી જોઈએ
વર્ષ 2002માં પ્રકાશમાં આવેલા આ કેસમાં રામ રહીમ વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 511 અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. 25 ઓગસ્ટે પંચકુલાની સીબીઆઈ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. ડેરા સમર્થકોની હિંસાને જોતા આ વખતે સજા અંગેનો નિર્ણય સાંભળવા માટે રોહતક જેલમાં જ કોર્ટની રચના કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે વર્ષ 2002માં ડેરા આશ્રમમાં રહેતી એક સાધ્વીએ એક પત્ર દ્વારા ડેરા પ્રમુખ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ પર વર્ષ 2001માં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ 2007માં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે કેસની સુનાવણી શરૂ કરી હતી.