શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થયાં છે.
ગોહિલવાડનાં જાણીતા શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞનો પ્રારંભ થયો છે. વિશ્વાનંદ માતાજી સાથે હબીબ માડી અને ભૂદેવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પૂજન સાથે મહારુદ્રયાગ પ્રારંભ થયો છે.
વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં આશ્રમ પરિવારનાં સંકલન સાથે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક આયોજનો થયાં છે. આચાર્ય અનંતભાઈ વ્યાસ અને ભૂદેવો દ્વારા શિવકુંજ આશ્રમ સોમનાથ મહાદેવ સમીપે યજ્ઞ પૂજન વંદના થઈ રહેલ છે.