છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરનારા ‘મરાઠી મિલિટ્રી લેંડસ્કેપ્સ’ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરનારા રાજ્ય માટે ગૌરવશાળી ક્ષણ છે.
Indeed, it’s an amazing moment for Maharashtra and India !
Thank you Sir for all your efforts and support to make this possible!@gssjodhpur #unescoworldheritage https://t.co/WNkssWAkXP
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 11, 2025
મહારાષ્ટ્રના નાગરિકો અને શિવભક્તોને હાર્દિક શુભકામનાઃ ફડણવીસ
આ નિર્ણય પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર સમિતિ (ડબ્લ્યુએચસી)ના 47ના સત્ર દરમિયાન લેવામાં આવ્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘મહારાષ્ટ્ર સરકાર આપણા પ્રિય છત્રપતિ શિવાજી મહારાજને નમન કરે છે! મહારાષ્ટ્રના તમામ નાગરિકો અને શિવભક્તોને હાર્દિક શુભકામના.
🔴 BREAKING!
New inscription on the @UNESCO #WorldHeritage List: Maratha Military Landscapes of India, #India 🇮🇳.
➡️ https://t.co/seTyyVu3sT #47WHC pic.twitter.com/mEpa6RWLRx
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) July 11, 2025
‘મરાઠા સૈન્ય પરિદ્રશ્ય’માં મહારાષ્ટ્રના સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજય દુર્ગ અને સિંધુદુર્ગ કિલ્લા અને તમિલનાડુનો જિંજિ જિલ્લો સામેલ છે. ફડણવીસે આગળ કહ્યું કે, શિવાજી મહારાજે આ કિલ્લાનું નિર્માણ સ્વરાજ્ય માટે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને યુનેસ્કોની યાદીમાં સામેલ કરાવવાના પ્રયાસોમાં અનેક લોકોનું યોગદાન છે.
महाराष्ट्र के लिए ऐतिहासिक सम्मान!
छत्रपति शिवाजी महाराज के बारह किलों को यूनेस्को विश्व धरोहर सूची में "भारत के मराठा सैन्य परिदृश्य" के रूप में शामिल किया गया है
इनकी उत्कृष्ट सार्वभौमिक मूल्य के लिए मान्यता दी गई है।
इस प्रतिष्ठित मान्यता में महाराष्ट्र के 11 किले और… pic.twitter.com/5HffeU2dsW
— One India News (@oneindianewscom) July 12, 2025
અમિત શાહે ખુશી વ્યક્ત કરી
અમિત શાહે એક્સ પર લખ્યું કે, આ તમામ દેશવાસીઓ માટે ખૂબ જ ગૌરવની પળ છે, જ્યારે યુનેસ્કોએ મહારાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા 12 કિલ્લાને યુનેસ્કોની ધરોહરમાં સામેલ કર્યા છે.
હજું થોડા દિવસ પહેલાં જ રાયગઢ કિલ્લા પર જઈને છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા પ્રતિકોને આત્મસાક્ષાત્કારનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ કિલ્લા હિંદવી સ્વરાજના સંરક્ષણ માટે પ્રમુખ સ્તંભ રહ્યા છે અને અહીંથી સ્વભાષા તેમજ સ્વસંસ્કૃતિ પ્રતિ કરોડો દેશવાસીઓને સતત પ્રેરણા મળતી રહે છે.
यह सभी देशवासियों के लिए अत्यंत गौरव का क्षण है, जब UNESCO ने महाराजाधिराज छत्रपति शिवाजी महाराज जी के जीवन से जुड़े 12 किलों को #UNESCOWorldHeritage में शामिल किया है।
अभी कुछ ही दिन पहले रायगढ़ किले पर जाकर छत्रपति शिवाजी महाराज जी के जीवन से जुड़े प्रतीकों से आत्मसाक्षात्कार…
— Amit Shah (@AmitShah) July 11, 2025