ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સરકારના નિર્દેશ પર સુરક્ષાદળો દ્વારા અનેક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ટાઈમ મેગેઝિન સાથે વાત કરતાં, પોતાની ઓળખ ગુપ્ત રાખનાર એક ઈરાની ડોક્ટરે દાવો કર્યો છે કે માત્ર રાજધાની તેહરાનની છ હોસ્પિટલોમાં જ ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે, જેમાંથી મોટાભાગના લોકો ગોળીબારમાં માર્યા ગયા છે, જો કે આ આંકડાઓની ટાઈમ મેગેઝિને સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી. જો આ દાવો સાચો હોય, તો તે ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો પર થયેલા ભયાનક દમન અને સરકારી ક્રૂરતાનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
28 ડિસેમ્બરથી આર્થિક સંકટ સામે શરૂ થયેલા આ વિરોધ હવે ઈરાનના તમામ 31 પ્રાંતોમાં ફેલાઈ ગયા છે અને પ્રદર્શનકારીઓ ખુલ્લેઆમ ઈસ્લામિક શાસનને ઉખાડી ફેંકવાની માંગ સાથે ‘આઝાદી’ અને ‘તાનાશાહ મુર્દાબાદ’ જેવા નારા લગાવી રહ્યા છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, પ્રદર્શનો વધુ તીવ્ર બનતા સુરક્ષાદળોએ અનેક સ્થળોએ સીધી ગોળીબાર કર્યો, શુક્રવારે હોસ્પિટલોમાંથી મૃતદેહો હટાવવામાં આવ્યા અને મરનારાઓમાં મોટા ભાગે યુવાનો હતા, જ્યારે ઉત્તરી તેહરાનના એક પોલીસ સ્ટેશન બહાર મશીનગનથી થયેલા ફાયરિંગમાં અનેક પ્રદર્શનકારીઓ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.
खामेनेई की क्रूर सेना ने बिछाईं लाशें! ईरानी डॉक्टर का दावा- सिर्फ तेहरान में हुईं 217 मौतें, अधिकतर गोलीबारी में मरे
ईरान में सरकार विरोधी प्रदर्शनों के बीच हिंसा तेज होती दिख रही है.
मीडिया रिपोर्टस में एक ईरानी डॉक्टर ने दावा किया कि सिर्फ राजधानी तेहरान के केवल छह… pic.twitter.com/6w9DeOk3Tp
— One India News (@oneindianewscom) January 10, 2026
આ વચ્ચે, તેહરાનની અલ-રસૂલ મસ્જિદમાં આગ લગાવવાની ઘટનાઓના અહેવાલો પણ સામે આવ્યા છે. વિરોધ વચ્ચે ઈરાની નેતૃત્વે કડક વલણ અપનાવ્યું છે, સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈનીએ સ્પષ્ટ કહ્યું છે કે ‘ઈસ્લામિક રિપબ્લિક તોફાનીઓ સામે નહીં ઝૂકે’, જ્યારે તેહરાનના સરકારી વકીલે પ્રદર્શનકારીઓને મોતની સજા સુધીની ચેતવણી આપી છે. એટલું જ નહીં, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એક અધિકારીએ માતા-પિતાને પોતાના બાળકોને પ્રદર્શનોથી દૂર રાખવાની અને ગોળી વાગે તો ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી છે.
બીજી તરફ, માનવાધિકાર સંગઠનો મૃત્યુઆંક ઓછો બતાવી રહ્યા છે; વોશિંગ્ટન સ્થિત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી અનુસાર અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે, જેમાં 49 નાગરિકો સામેલ છે. ઈરાનમાં મીડિયા પર સરકારી નિયંત્રણ અને વિદેશી સમાચાર એજન્સીઓ પર પ્રતિબંધો હોવાને કારણે મૃત્યુઆંક અંગે ભારે અસમંજસ છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખામૈનીના નેતૃત્વવાળા ઈસ્લામિક શાસનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો પ્રદર્શનકારીઓની હત્યા ચાલુ રહેશે તો તેના પરિણામો ખૂબ જ ગંભીર અને ખરાબ થશે.
#BreakingNews : ट्रंप ने ईरान को दी कड़ी चेतावनी – हिंसा बढ़ी तो अमेरिका करेगा सख्त कार्रवाई
अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ईरान में तेज़ी से फैल रहे बड़े पैमाने के विरोध प्रदर्शनों के बीच तेहरान को सख्त चेतावनी दी है।
ट्रंप ने कहा,
"ईरान अभी बहुत बड़ी मुसीबत में है।… pic.twitter.com/ci7CxmgmzR
— One India News (@oneindianewscom) January 10, 2026
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel