આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા ધીરુ અને રમેશભાઈ દ્વારા રસોડામાં કામ કરવાને બહાને બોલાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને શરીરે અડપલા કરતા હતા..
તારીખ 10/ 6/2025 થી 18/ 6/ 2025 ના સમય દરમિયાન વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા ની હોસ્ટેલમાં રસોયા નું કામ કરતા ધીરુભાઈ અને રમેશભાઈએ વિદ્યાર્થીનીઓને રસોડામાં કામ કરવાન બહાને બોલાવી વિદ્યાર્થીની ઓના શરીર પર ગમે તે જગ્યાએ હાથ ફેરવી અને ગંદી નજરથી જોઈ વિદ્યાર્થીનીઓના શરીર પરથી દુપટ્ટા ખેંચી અને લોટની નાની નાની ગોટી ઓ બનાવીને છાતીના ભાગે નાખી જાતીય સતામણી કરી હતી.
આશ્રમ શાળામાં ગરીબ ઘરના વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે માટે તેઓ ડરના મારીએ કોઈને કહેતા નથી.
રસોયાની વારંવાર ની આવી જાતીય શોષણ ની નીતિથી ત્રાસીને વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાલીની ફરિયાદના આધારે પોકસો એક્ટનો ગુનો નોંધી ડોલવણ પોલીસ પી આઇ એચ જે રબારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.