ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં જણાવ્યું કે પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય એ-ગ્રેડના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ અંતર્ગત ઠાર માર્યા છે. તેમણે જણાવ્યું કે 22 મે, 2025ના રોજ થયેલા પહલગામ હુમલામાં નિર્દોષ નાગરિકોને તેમના ધર્મ પૂછીને, તેમના પરિવારોની સામે બર્બરતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અમિત શાહે આ દુર્ઘટનાની તીવ્ર નિંદા કરી અને મૃતકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.
ગૃહમંત્રીએ જણાવ્યું કે હુમલાની રાત્રે જ હાઈલેવલ સુરક્ષા બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન મહાદેવ શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત 1055 લોકોની 3000થી વધુ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી અને સમગ્ર પ્રક્રિયા વીડિયો રેકોર્ડિંગ હેઠળ યોજાઈ. પૂછપરછના આધારે શકમંદોની ઓળખ કરવામાં આવી અને તેમની સહાયથી ત્રણે આતંકીઓ સુધી પહોંચવામાં આવ્યું. આ આતંકવાદીઓમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાનનો સમાવેશ થાય છે, ત્રણેય લશ્કર-એ-તોયબા અને ટીઆરએફ (The Resistance Front) સાથે જોડાયેલા એ-શ્રેણીના આતંકવાદી હતા.
#WATCH | Delhi | On Operation Mahadev, Union Home Minister Amit Shah says, "… In the Operation Mahadev, Suleman alias Faizal…, Afghan and Jibran, these three terrorists were killed in a joint operation of the Indian Army, CRPF and J&K Police… Suleman was an A-category… pic.twitter.com/Nq04i1y814
— ANI (@ANI) July 29, 2025
શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં હાથ ધરાયેલા ફાઈનલ ઓપરેશન દરમિયાન ત્રણેય આતંકવાદીઓને ઘેરીને ઠાર કરવામાં આવ્યા. તેમની પાસેથી એક M-9 અને બે AK-47 રાઈફલ્સ મળી આવી હતી. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) દ્વારા જપ્ત કરાયેલી રાઈફલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું અને સ્પષ્ટ થયું કે આ રાઈફલ્સમાંથી જ પહલગામ હુમલામાં ફાયરિંગ થયું હતું. અમિત શાહે જણાવ્યું કે હુમલામાં વપરાયેલા કારતૂસો અને જપ્ત કરાયેલી રાઈફલ્સના કારતૂસો વચ્ચે 100% મેલ છે, જે સુરક્ષા દળોના કાર્યને દૃઢ પુરાવા સાથે સાચું સાબિત કરે છે.
ગૃહમંત્રીએ આ સાથે વધુમાં જણાવ્યું કે આતંકીઓને લોજિસ્ટિક અને અન્ય સહાય પૂરી પાડી ચૂકેલા બશીર અને પરવેઝની પણ ઓળખ થઈ ગઈ છે અને તેઓ હાલમાં કસ્ટડીમાં છે. તેમને પણ કાનૂની પ્રક્રિયા હેઠળ લાવવામાં આવશે. આ સફળ ઓપરેશન માટે દેશભરના સુરક્ષા દળોને અને વિશ્લેષણ ટીમોને અભિનંદન પાઠવતા અમિત શાહે જણાવ્યું કે “આ દેશની જમીન પર ક્યારેય પણ નિર્દોષ નાગરિકોના રક્તપાતને સહન કરવામાં નહીં આવે. ભારત દરેક હુમલાનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપશે.”
ઓપરેશન મહાદેવ માત્ર ત્રણ આતંકીઓના નાશ પૂરતું નહીં, પણ ભારતની આતંકવાદ સામેની ઊંડાણપૂર્વકની કાર્યવાહીના પ્રતિબિંબરૂપ છે, જેમાં ટેકનોલોજી, ઇન્ટેલિજન્સ, દૃઢ સંકલ્પ અને સંયુક્ત કાર્યવાહીની સાકાર ઝાંખી જોવા મળી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel