નવલા નોરતાં સાથે શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ધાર્મિક સામાજિક મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ લેતાં રહ્યાં છે. રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે.
રાધાજીની નગરી બરસાનામાં નવલા નોરતાં સાથે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ ગૌસૂક્ત’ લાભ મળી રહ્યો છે. શ્રી માતાજી ગૌશાળામાં રામકથા વર્ણન કરતાં મોરારિબાપુ સનાતન સંસ્કૃતિ અને ધર્મ મૂલ્યોની વાત સાથે અથર્વવેદ ગોસૂત્રોના ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે. જ્યાંથી આવીએ છીએ, ત્યાં જવું પડશે.! ગાય મહિમા અંગે શ્લોક ઉલ્લેખ કરતાં ગાયનું દૂધ તેમજ પંચગવ્ય કમજોરને શક્તિ આપનાર, શરીરને સુંદર બનાવનાર તેમજ ગાયના ભાંભરવાનો અવાજ પણ શીલ નિર્માણ કરનાર છે.
મોરારિબાપુએ કથા પ્રસંગ વર્ણન અગાઉ કથાકાર શીલ ગુણોનો ઉલ્લેખ કરી સમયશીલતા, સ્થાનશીલતા, સમજશીલતા, શ્રમશીલતા,
શ્રવણશીલતા, શબ્દશીલતા, સ્વરશીલતા અને શરીરશીલતા એમ આઠ શીલ અંગે પણ સમજ આપી. કથામાં શિવ પાર્વતી સંવાદ, દક્ષયજ્ઞ વગેરે પ્રસંગ વર્ણન કરેલ.
યજમાન પરિવારના હરેશ સંઘવીએ પોતે યજમાન નહી પણ મનોરથી રહ્યાની લાગણી જણાવી અહીંયા ગૌસેવા માટે આવેલાં લાખો અને કરોડો રૂપિયાનાં દાનની સહર્ષ જાહેરાત કરી હતી.
નવલા નોરતાં સાથે શ્રી ધામ બરસાનામાં માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી આ રામકથા ‘માનસ ગૌસૂક્ત’ લાભ ધાર્મિક સામાજિક મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ લેતાં રહ્યા છે. આ સાથે દૂર સુદુરથી આવેલા શ્રોતાઓ બરસાના સાથે ગોકુળ, મથુરા, નંદગામ વગેરે તીર્થસ્થાન દર્શન લાભ લઈ રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel