બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા એક વિવાદાસ્પદ નિવેદન પર હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કડક પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે “ભારતીય સેનામાં દેશની માત્ર 10 ટકા વસ્તીનો કંટ્રોલ છે,” જે નિવેદન રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયું છે. રાજનાથ સિંહે રાહુલના આ નિવેદનને “ખતરનાક અને દેશના સૈનિકોના મનોબળને ઠેસ પહોંચાડનારું” ગણાવ્યું છે.
રાજનાથ સિંહે બિહારના જમુઈ ખાતે ચૂંટણી સભા દરમિયાન કહ્યું કે રાહુલ ગાંધી જેવી વાતો માત્ર સશસ્ત્ર દળોમાં રાજકીય ભેદભાવ અને અશાંતિ ફેલાવવાના પ્રયાસ સમાન છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું — “રાહુલ ગાંધી સંરક્ષણ દળોમાં આરક્ષણની માંગ કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેનાને રાજકારણમાં ન ઘસડો. આપણા જવાનો દેશના હિત માટે એક ધર્મ, સૈન્ય ધર્મનું પાલન કરે છે. તેમને જાતિ, ધર્મ કે વર્ગની રેખાઓમાં વહેંચવાનો પ્રયાસ ખોટો અને રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડે છે.”
#WATCH | Banka, Bihar: On Rahul Gandhi's statement, Defence Minister Rajnath Singh says, "… Our army soldiers have only one religion. That religion is 'Sainya Dharma'. There is no other religion besides this. Don't drag our army into politics. Whenever this country has faced a… pic.twitter.com/WIeVrVkGPt
— ANI (@ANI) November 5, 2025
સિંહે આગળ કહ્યું કે ભારતીય સેના એ વિશ્વની સૌથી વ્યાવસાયિક અને શિસ્તબદ્ધ સેના છે, જે “રાષ્ટ્ર પ્રથમ” ના સિદ્ધાંત પર ચાલે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું — “સૈનિકો માટે માત્ર એક જ ધર્મ છે — સૈન્ય ધર્મ. અમે આરક્ષણનું સમર્થન કરીએ છીએ અને નાગરિક ક્ષેત્રમાં ગરીબોને લાભ આપ્યો પણ છે, પરંતુ સેનામાં આરક્ષણનો મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી. આપણા સૈનિકો દેશ માટે સમર્પિત છે, તેઓની ઓળખ તેમની બહાદુરી અને સમર્પણ છે, જાતિ કે સમુદાય નહીં.”
રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેના હંમેશાં એકતાનું પ્રતિક રહી છે અને જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે — પછી તે યુદ્ધ હોય કે આતંકવાદી હુમલો — ત્યારે દરેક રાજ્ય, ભાષા અને ધર્મના સૈનિકોએ ખભેખભા મળી લડીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે ચેતવણી આપી કે રાજકારણીઓને આવા સંવેદનશીલ મુદ્દાઓને રાજકીય લાભ માટે ન વાપરવા જોઈએ.
બીજી બાજુ, રાહુલ ગાંધીએ બિહારના ઓરંગાબાદ અને કુટુમ્બા ખાતેની રેલીમાં કહ્યું હતું કે “દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અતિપછાત અને અલ્પસંખ્યક સમુદાયોની છે, પરંતુ 500 સૌથી મોટી કંપનીઓમાં અથવા સૈન્યના ઉચ્ચ પદોમાં તેમનો પ્રતિનિધિત્વ નથી. ત્યાં માત્ર 10 ટકા લોકોનો કાબજો છે.”
રાહુલના આ નિવેદનને ભાજપે તીવ્ર વિરોધ કર્યો છે, અને રાજનાથ સિંહના શબ્દોમાં — “આવો પ્રયાસ માત્ર દેશના સશસ્ત્ર દળોના ગૌરવને નુકસાન પહોંચાડે છે, જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના રક્ષક છે.”
આ આખા મામલાએ રાજકીય ગરમાવો વધાર્યો છે, જ્યાં એક બાજુ કોંગ્રેસ ‘સામાજિક ન્યાય’ની વાત કરે છે, ત્યાં બીજી બાજુ ભાજપ આને “સેનાની આસ્થાને હલાવવાનો ખતરનાક પ્રયાસ” કહી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel