રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં રામકથા ‘માનસ વંદેમાતરમ્’ લાભ મળનાર છે.
જનહિત અને રાષ્ટ્રહિતનાં તમામ પાસાંઓને આવરી લઈ મોરારિબાપુ વ્યાસપીઠથી માત્ર ક્થા વાચન નહી પણ તેમના જ મત અને આગ્રહ મુજબ માત્ર વચનાત્મક નહી રચનાત્મક હેતુ પાર પાડી રહ્યાં છે. રામકથાના ઉપક્રમ સાથે સમાજને માત્ર ટહેલ નાખવા નહી, ટહેલ સાથે પોતાની અને ચિત્રકુટધામની પહેલ પણ કરી લે છે.
ભાવજગતને ક્થા દ્વારા હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં આગામી સપ્તાહે શનિવાર તા.૨૨થી રવિવાર તા.૩૦ દરમિયાન રામકથા ‘માનસ વંદેમાતરમ્’ લાભ મળનાર છે.
રાજકોટ સ્થિત વિનુભાઈ નાગ્રેચા ભવન સદ્દભાવના વૃધ્ધાશ્રમ સહાયતા અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં આચાર્ય અત્રે મેદાનમાં આગામી સપ્તાહે આ રામકથા ‘માનસ વંદેમાતરમ્’ યોજાશે.
ઉલ્લેખનીય છે કે સદ્દભાવના સંસ્થાનાં લાભાર્થે રાજકોટમાં રામકથા લાભ મળી ચૂક્યો છે, જ્યારે ફરી આ હેતુ સાથે મુંબઈમાં આયોજન થયું છે, જેમાં મનોરથી પરાગભાઈ શાહ પરિવાર રહેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel