લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયા નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે એટલે માગશર વદ ચૌદશ તા.૧૮ના વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન કાર્યક્રમ યોજાનાર છે.
સંસ્થાના વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના ત્રેસઠમા મણકાના બે વ્યાખ્યાન યોજાશે, જે જાણીતા વિચારક વક્તા અને કટાર લેખક જય વસાવડા ‘જીવન જીવવાની કળા’ સંદર્ભે આપશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel