નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સર્વગ્રાહી કૃષિ વિકાસ માર્ગદર્શન સાથે રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો સંકલ્પબધ્ધ થયાં.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના ( જી.એન.એફ.સી – નર્મદાનગર રુરલ ડેવલપમેન્ટ સોસાયટી – નારદેસ) અંતર્ગત ખેડૂત મુલાકાત કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો દ્વારા આધુનિક ખેતીવાડી સંદર્ભે ખેડૂતોને લાભ મળ્યો.
આ કાર્યક્રમમાં અધિકારી સુનિલ લાઠિગરાએ આ ઉત્પાદન એકમના કૃષિ ઉત્પાદનો ગ્રામ્યકક્ષા સુધી પહોંચ્યાંનો ઉલ્લેખ કરી નર્મદા કિસાન સમૃદ્ધિ યોજનાની વિગતો આપી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ સંકલ્પ મુજબ કૃષિ સહાયકી અને રાષ્ટ્રની વિકાસ ઉપલબ્ધિની બાબતો જણાવી. અહીંયા સર્વગ્રાહી કૃષિ વિકાસ માર્ગદર્શન સાથે રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો સંકલ્પબધ્ધ થયાં.
લોકભારતી સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ અહીંયા છેલ્લાં ૭૨ વર્ષથી ચાલતી ખેડૂતો અને ગામડા માટેની વાત કરી જંતુનાશકોના રોકટોક વગરના વપરાશ અને પ્રદૂષણની ચિંતા જણાવી પ્રાકૃતિક ખેતી અનિવાર્ય ગણાવી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાતો વિનીત સવાણી, પ્રદીપ કયાડા, જગદીશ કંટારિયા, શિલાબેન બોરિચા, પરેશ રાઠોડ તેમજ વૈભવ પ્રજાપતિ, તુષાર તાકલિયા વગેરે દ્વારા ખાતર, જંતુનાશક દવા, પાણી પિયત વગેરેનું માર્ગદર્શન અપાયું. સંચાલનમાં વિપુલ ગજેરા રહ્યાં. આભારવિધિ સાથે સમગ્ર આયોજન સંકલનમાં યશ ચોલેરા રહ્યાં. આ સાથે હેતલ રાવલ આયોજનમાં રહ્યાં.
લોકભારતી સણોસરામાં આ કાર્યક્રમમાં મહુવા, પાલિતાણા, તળાજા તથા બોટાદ તાલુકા વિસ્તારના ખેડૂતો જોડાયા અને પ્રશ્નોત્તરી સાથે સંસ્થાની કૃષિ વિકાસ સંશોધન પ્રવૃત્તિની મુલાકાત લઈ માહિતી મેળવી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel