અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને વારંવાર ધમકી આપવાના સંદર્ભમાં ભારત સરકારે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની ઉર્જા નીતિ કોઈપણ પ્રકારના દબાણ હેઠળ બદલાશે નહીં અને 140 કરોડ લોકોના હિતમાં સસ્તા તથા વિશ્વસનીય ઈંધણ સ્ત્રોતો શોધવાનું કામ ચાલુ રહેશે.
અમેરિકા તરફથી રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ લગાવવાનું બિલ લાવવાની તૈયારી અંગે ભારતે કહ્યું કે તે આ મુદ્દે નજર રાખી રહ્યું છે, પરંતુ ઉર્જા ખરીદી અંગે ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક બજારની પરિસ્થિતિને આધારે સ્વતંત્ર રીતે નિર્ણય લે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં સ્પષ્ટ કર્યું કે ભારત-અમેરિકા વચ્ચે 13 ફેબ્રુઆરી 2025થી ગંભીર ટ્રેડ વાટાઘાટો ચાલી રહી છે અને ભારત આજે પણ બંને દેશોને લાભ થાય તેવી સંતુલિત ટ્રેડ ડીલ માટે તૈયાર છે. તેમણે એ પણ જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે 8 વખત ટેલિફોનિક વાતચીત થઈ ચૂકી છે, જેથી ‘કોલ ન થયો એટલે ડીલ અટકી’ જેવા દાવાઓ ભ્રામક છે.
Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "…On energy sourcing again, whether we buy oil from one region or another, we follow a broad approach. It is based on two imperatives. One is the available or evolving global dynamics, and two, the imperative to provide energy at… pic.twitter.com/Z780QAy3hx
— IANS (@ians_india) January 9, 2026
આ સાથે જ વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી, ત્યાંની સરકારને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. ચીન અંગે ભારતે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના શકસગામ વિસ્તારમાં ચીન દ્વારા થતું નિર્માણ ગેરકાયદે છે અને 1963નો ચીન-પાકિસ્તાન કરાર ભારત ક્યારેય સ્વીકાર્યો નથી, કારણ કે જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો અભિન્ન ભાગ છે. રશિયાનું એક જહાજ અમેરિકાએ સીઝ કર્યાના મામલે, જેમાં ભારતીય નાગરિકો હોવાના અહેવાલ છે, તેના પર પણ ભારત સતત નજર રાખી રહ્યું છે.
Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "…On energy sourcing, our position has been clarified several times. You know exactly what our broad approach to energy sourcing from the global market is…" pic.twitter.com/cIJAgICdle
— IANS (@ians_india) January 9, 2026
વિદેશ મંત્રાલયે ઈરાન, ગ્રીનલેન્ડ અને અમેરિકાના મિનેપોલિસમાં થયેલી ફાયરિંગ ઘટનાને લઈને પણ સતર્કતા દર્શાવી છે, કારણ કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. સોમાલિયા મુદ્દે ભારતે તેના સાર્વભૌમત્વના સમર્થનને પુનરાવર્તિત કર્યું છે અને ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની દ્વારા ઉમર ખાલિદને લખાયેલા પત્ર અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે લોકશાહી દેશના ન્યાયતંત્રની સ્વતંત્રતાનું સન્માન થવું જોઈએ અને જનતા પ્રતિનિધિઓએ પોતાની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel