વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં જામનગર માર્ગ પર સિંહણ જળાશય પાસે બાપા સિતારામ મઢુલીમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આસ્થાભેર આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયામાં પગપાળા યાત્રિકો માટે અન્નક્ષેત્ર તથા મઢુલીનાં લાભાર્થે યોજાનાર ભાગવત સપ્તાહનો પ્રારંભ શુક્રવાર તા.૨૭ રામનવમી પર્વે થશે અને ગુરુવાર તા.૨ હનુમાન જયંતી પર્વે વિરામ થશે તથા હવન રાખવામાં આવેલ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel