પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં વિશાળ જનસભાને સંબોધી અને Trinamool Congress (TMC) પર તીખા પ્રહાર કર્યા.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે 4 મેના પરિણામો બાદ બંગાળમાં પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે “4 મેના રોજ બંગાળમાં મીઠાઈ અને ઝાલમુરી વહેંચાશે, કારણ કે TMCનું બંગાળમાંથી જવું નિશ્ચિત છે.” તેમણે TMCના શાસનને “લૂંટનું મોડલ” ગણાવી અને કહ્યું કે હવે બંગાળમાં કમળ ખીલવાનું નક્કી છે.
#WATCH | Nadia, West Bengal: Prime Minister Narendra Modi says, "…We have observed in the past that wherever the country has witnessed a massive voter turnout, the BJP has achieved a resounding victory… On May 4th, the victory celebrations for the BJP will take place in… pic.twitter.com/5DsmhA5eFB
— ANI (@ANI) April 23, 2026
બંગાળની બહેનો માટે 10 ગેરંટી:
પીએમ મોદીએ ખાસ કરીને બંગાળની મહિલાઓને સંબોધતા સુરક્ષાની ખાતરી આપી. તેમણે આરોપ લગાવ્યો કે TMCના શાસનમાં દીકરીઓ સુરક્ષિત નથી અને ઘૂસણખોરો બેફામ બન્યા છે.
તેમણે કહ્યું:
- અમારી સરકાર આવશે તો બંગાળમાં સુરક્ષાની ગેરંટી મળશે
- શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે
- મહિલાઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવાશે
- “અમારી સરકારમાં કોઈ દીકરીને કોઈ હાથ પણ નહીં લગાવી શકે”
#WATCH | Nadia, West Bengal: Prime Minister Narendra Modi says, "The hallmark of the ruthless regime of TMC is: 'Tell lies and deceive.' Every single promise made during their 15-year tenure remains half-fulfilled… Everyone here has witnessed the TMC's model of 'loot' within… pic.twitter.com/OcVax7FNAg
— ANI (@ANI) April 23, 2026
TMC વિરુદ્ધ લોકોમાં ગુસ્સો – પીએમ મોદી:
પીએમ મોદીએ જણાવ્યું કે TMCના ધારાસભ્યો, મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ સામે લોકોમાં ભારે રોષ છે. તેમણે દાવો કર્યો કે ઘણા વિસ્તારોમાં TMC પોતાનું ખાતું પણ ખોલી શકશે નહીં.
તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતા કહ્યું:
“15 વર્ષ પહેલાં લોકો ડાબેરીઓ સામે ઉભા રહ્યા હતા, આજે TMCના ‘જંગલ રાજ’ સામે બંગાળના લોકો જ લડી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે આ ચૂંટણી ભાજપ નહીં પરંતુ બંગાળના લોકો પોતે લડી રહ્યા છે અને દરેક ગલી-મોહલ્લામાં બદલાવનો અવાજ સંભળાઈ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel