ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને Bharatiya Janata Party (ભાજપ)એ અત્યારથી જ રાજકીય તૈયારી તેજ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીમાં પાર્ટી કોના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે.
એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં નીતિન નવીને જણાવ્યું કે યોગી આદિત્યનાથ જ ભાજપનો મુખ્યમંત્રી ચહેરો રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ ઉત્તર પ્રદેશમાં સતત ત્રીજી વખત સત્તા મેળવશે.
યોગી આદિત્યનાથ જ રહેશે ભાજપનો ચહેરો:
મુખ્યમંત્રી પદના ચહેરા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં નીતિન નવીને કહ્યું કે હાલ રાજ્યમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે, તેથી સ્વાભાવિક રીતે તેઓ જ પાર્ટીનો ચહેરો રહેશે.
આ સાથે તેમણે ઉત્તરાખંડ માટે પણ સંકેત આપતા જણાવ્યું કે ત્યાં પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી શકે છે.
લો એન્ડ ઓર્ડર અને વિકાસ બનશે મુખ્ય મુદ્દા:
નીતિન નવીને ઉત્તર પ્રદેશમાં થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાજ્ય હવે ગુનાખોરી માટે નહીં પરંતુ મજબૂત કાયદો અને વ્યવસ્થા તથા ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ઓળખાય છે.
તેમણે જણાવ્યું કે:
- રાજ્યમાં એક્સપ્રેસવે નેટવર્કમાં ઝડપી વૃદ્ધિ થઈ છે
- મોટા રોકાણો સાથે ઉદ્યોગિક વિકાસ વધ્યો છે
- સરકારની યોજનાઓ અંતિમ વ્યક્તિ સુધી પહોંચી રહી છે
- ‘લો એન્ડ ઓર્ડર’ યોગી સરકારની સૌથી મોટી તાકાત છે
સસ્પેન્સનો અંત – પહેલા જ ચહેરાની જાહેરાત:
ઉલ્લેખનીય છે કે 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે મુખ્યમંત્રીના ચહેરા અંગે સ્પષ્ટતા કરી નહોતી, જેના કારણે અનેક અટકળો ચાલી હતી. પરંતુ આ વખતે પાર્ટીએ સમય પહેલા જ યોગી આદિત્યનાથના નામની જાહેરાત કરીને તમામ સસ્પેન્સનો અંત લાવી દીધો છે.
વિપક્ષ માટે પડકાર:
સમાજવાદી પાર્ટી પહેલેથી જ મિશન-2027 માટે મેદાનમાં ઉતરી ગઈ છે અને પશ્ચિમ યુપીથી પ્રચાર શરૂ કર્યો છે. આવી સ્થિતિમાં ભાજપ દ્વારા વહેલી જાહેરાત વિપક્ષ માટે મોટો પડકાર બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel