કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે (21 મે) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પશ્ચિમ બંગાળ સરકારના ગૌવંશ કતલ નિયંત્રણ સંબંધિત આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગૌહત્યા કોઈ પણ તહેવાર, ખાસ કરીને ઈદનો ભાગ નથી અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયંત્રણો 2018ના અગાઉના હાઇકોર્ટના નિર્દેશોના આધારે જ છે.
જસ્ટિસ સુજોય પૉલ અને જસ્ટિસ પાર્થ સારથી સેનની ડિવિઝન બેન્ચે આ મામલાની સુનાવણી કરતાં રાજ્ય સરકારના નોટિફિકેશનમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી હોવાનું જણાવ્યું અને અરજીઓને નામંજૂર કરી દીધી હતી.
Breaking: Calcutta High Court rejects petition challenging West Bengal government’s recent notice to restrict slaughter of animals ahead of Eid-ul-Adha.
– Sacrificing cow is no part of festival, says Court
– Directs State to consider exemption for sacrifice of others animals pic.twitter.com/TkhUwJLai5
— Bar and Bench (@barandbench) May 21, 2026
રાજ્ય સરકારનો આદેશ શું હતો?
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા તાજેતરમાં એનિમલ સ્લૉટર એક્ટ વધુ કડક બનાવવામાં આવ્યો હતો. નવા નિયમો મુજબ:
- ગૌવંશની કતલ પર કડક પ્રતિબંધ મૂકાયો
- માત્ર ફિટનેસ સર્ટિફિકેટ ધરાવતા પશુઓની જ કતલની મંજૂરી
- નિયમ ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી અને સજા
- અનફિટ પશુઓને માત્ર અધિકૃત કતલખાનામાં જ કાપવાની મંજૂરી
TMC અને અન્ય અરજદારોની દલીલ
આ આદેશ સામે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કેટલાક ધારાસભ્યો, મુસ્લિમ સમૂહો અને સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક અરજદારો હાઇકોર્ટમાં પહોંચ્યા હતા.
તેમની મુખ્ય દલીલો હતી:
- બકરી ઈદ દરમિયાન કુરબાની પર અસર પડશે
- ઇસ્લામિક માન્યતાઓ મુજબ સ્વસ્થ પશુની કુરબાની જરૂરી છે
- કાયદામાં માત્ર વૃદ્ધ અને અશક્ત પશુઓની જ મંજૂરી હોવાથી ધાર્મિક આચરણ સાથે વિસંગતતા થાય છે
- આર્થિક રીતે પણ કુરબાની પર આધારિત પરિવારો પર અસર પડશે
અરજદારો દ્વારા રાજ્ય સરકારને અપવાદો ઉમેરવાની પણ માંગ કરવામાં આવી હતી.
કોર્ટમાં બીજી અરજી અને મહત્વના નિર્દેશ
અન્ય એક અરજીમાં રાજ્ય સરકારના આદેશમાં બે મહત્વપૂર્ણ શરતો ઉમેરવાની માંગ કરવામાં આવી હતી:
1️⃣ ગાય અને ભેંસ જેવા પ્રાણીઓની જાહેરમાં કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ
2️⃣ ગૌવંશની કતલ કોઈ પણ તહેવાર કે ધાર્મિક માન્યતાનો ભાગ નથી તે સ્પષ્ટ કરવું
હાઇકોર્ટે આ અરજી સ્વીકારીને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે ગાયની કતલ અથવા કુરબાની ઈદ જેવા ધાર્મિક તહેવારોનો ભાગ નથી.
કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે આ બે શરતો આદેશમાં સામેલ કરવામાં આવે. ઉપરાંત, કતલખાના નિયમોમાં છૂટછાટ સંબંધિત અરજીઓ પર સરકારને 24 કલાકમાં નિર્ણય લેવા પણ જણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel