નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે. વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું.
ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામે શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ગત મંગળવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ લાભ મળી રહ્યો છે. ભાગવત સપ્તાહ સાથે અહીંયા વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે.
ભાગવત ગાન સાથે વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું. તેઓએ વાતાવરણ શુધ્ધિ માટે યજ્ઞનું મહાત્મ્ય સમજાવી પ્રકૃતિ રક્ષા માટે સંકલ્પબધ્ધ થવાં જણાવ્યું. સંકીર્તન અને રાસ દ્વારા ભાવિક શ્રોતાઓ રસતરબોળ થઈ રહ્યાં છે.
સમસ્ત નાનીબોરૂ ગામનાં પિતૃઓના મોક્ષાર્થે હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા થયેલ આયોજનમાં સંઘ પરિવાર સાથે જોડાયેલાં રાજુભાઈ (તાજુદ્દીનભાઈ) હાલાણીએ પોતાનો રાષ્ટ્રીય અને સર્વધર્મ સમાનતાનો ઉલ્લેખ કરી ઉદ્બોધનમાં માનવસેવા અને રાષ્ટ્રીય ભાવના પર ભાર મૂક્યો.
આ ક્થા દરમિયાન વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો, જેમાં ગામનાં પ્રવિણભાઈ પટેલ, વન વિભાગના અધિકારી અરવિંદભાઈ ધોળકિયા તથા કાર્યકર્તા જયદીપભાઈ ગઢિયાના સંકલન સાથે ક્થા સંકલનમાં અગ્રણી રહેલ શક્તિ ઉપાસક હબીબભાઈ હાલાણીની ઉપસ્થિતિમાં વૃક્ષછોડ અર્પણ કરવામાં આવેલ.
આશ્રમ પરિવારના નંદલાલભાઈ જાની, અનંતભાઈ શાસ્ત્રી સાથે નાનીબોરૂ ગ્રામજનો ઉત્સાહ સાથે આયોજનમાં રહ્યાં છે અને ક્થા પ્રસંગોની ઉજવણીમાં જોડાતા રહ્યાં છે.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel