પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ રહેલી છે.
આપણાં શાસ્ત્રો સાથે સંસ્કૃતિ અને ભક્તિભાવ જોડાયેલ છે. સનાતન હિન્દુ શાસ્ત્ર પંચાંગ અનુસાર દર ત્રણ વર્ષે આવતો અધિક માસ એટલે પુરુષોત્તમ માસ, જેમાં શ્રધ્ધા અને ભક્તિ ભાવ સાથે સૌ જોડાય છે.
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે.
ખગોળીય ગણિત અને મહિનાઓની ગણતરી વર્ષ સાથે સાંકળવામાં આ માસ વધારાનો પરંતુ સનાતન શાસ્ત્રમાં પુરુષોત્તમ માસ તરીકે મહાત્મ્ય ધરાવે છે. આ નિમિત્તે બહેનો દ્વારા નદી કિનારે કે ધર્મ સ્થાનમાં રેતીની પાંચ ઢગલીઓ કરી પૂજન આરતી થતી રહે છે.
ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ સાનિધ્ય સાથે ગામની આસ્થાળુ મહિલાઓ પુરુષોત્તમ માસની ભક્તિભાવ સાથે આરાધના કરી રહેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel