સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં દર્દીઓને નિદાન સારવાર લાભ મળ્યો છે. સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું.
કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા પાલિતાણા દ્વારા ૧૮૩મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો, જેમાં સંસ્થાનાં પ્રમુખ ગિરીશભાઈ ગોધાણીના નેતૃત્વ સાથે આ ઉપક્રમનો લાભ આંખના દર્દીઓને મળ્યો.
સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં ૨૩૭ નવા દર્દીઓની તપાસ થઈ. જેમાંથી મોતીયો અને વેલની બિમારીના ૧૧૩ દર્દીઓની શસ્ત્રક્રિયા કરવામાં આવશે. અહીંયા જૂના ૧૨૪ જેટલાં દર્દીઓને તપાસ નિદાન લાભ મળ્યો છે.
આ સેવા કાર્ય પ્રસંગે ઘનશ્યામભાઈ શિહોરા, નાગજીભાઈ વાઘાણી, નાનુભાઈ ડાખરા, જેરામભાઈ સાંકડાસરિયા, વિજયભાઈ ગોટી વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ આયોજન થયું હતું.
સતુઆબાબા વિદ્યાસંકુલમાં સંસ્થાનાં વડા ચંદકાંતભાઈ વંકાણી સાથે કાર્યકર્તાઓ દ્વારા નેત્રયજ્ઞમાં નિદાન, ભોજન, બેઠક વગેરે વ્યવસ્થામાં સહયોગ મળ્યો.
વરસાદી વાતાવરણમાં પણ અહીંયા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. દર મહિનાના છેલ્લા રવિવારે યોજાતાં આ નેત્રયજ્ઞમાં આ પંથકનાં દર્દીઓ મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યાં છે.
આ નેત્રયજ્ઞ પ્રસંગે ભોળાભાઈ જીવાણી, સંજયભાઈ કાંત્રોડિયા, સંજયભાઈ હરમાણી, સુભાષભાઈ પટેલ, પ્રવીણભાઈ ગોયાણી સહિત કાર્યકર્તાઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel