અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. Embassy of India, Tehran દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઈરાનમાં રહેલા તમામ ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની અપીલ કરવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પ્રવાસીઓ અને અન્ય તમામ ભારતીય નાગરિકોએ ઉપલબ્ધ કમર્શિયલ ફ્લાઇટ અથવા અન્ય ટ્રાન્સપોર્ટ વિકલ્પોનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે ઈરાનથી બહાર નીકળી જવું જોઈએ.
ભારત સરકારે જાન્યુઆરીમાં જાહેર કરેલી અગાઉની એડવાઈઝરીનો પણ ફરી ઉલ્લેખ કર્યો છે, જેમાં તમામ ભારતીય નાગરિકો અને PIOને સંપૂર્ણ સાવચેત રહેવા, વિરોધ અને પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક મીડિયામાં આવતી માહિતી પર નજર રાખવા અને સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. દૂતાવાસે નાગરિકોને પોતાના ઇમિગ્રેશન અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હંમેશા સાથે રાખવા અને કોઈપણ આપત્કાલીન પરિસ્થિતિમાં દૂતાવાસનો સંપર્ક કરવા જણાવ્યું છે. સહાય માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે: +989128109115, +989128109109, +989128109102 અને +989932179359.
— India in Iran (@India_in_Iran) February 23, 2026
ગત મહિને ઈરાનમાં થયેલા હિંસક પ્રદર્શનો અને સુરક્ષાબળો સાથેની અથડામણો બાદથી જ તણાવ વધ્યો છે. આ દરમિયાન United States દ્વારા મિડલ ઈસ્ટ વિસ્તારમાં સૈન્ય તૈનાતી વધારવામાં આવી હોવાનું અહેવાલો સૂચવે છે. અમેરિકન પ્રમુખ Donald Trump એ તાજેતરમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અંગે વિચાર ચાલી રહ્યો હોવાનો સંકેત આપ્યો છે, જોકે બીજી તરફ પરમાણુ મુદ્દે બંને દેશો વચ્ચે વાટાઘાટો પણ ચાલુ છે. પરિસ્થિતિ અસ્પષ્ટ અને સંવેદનશીલ બનતી જતા ભારતે એડવાઈઝરી દ્વારા પોતાના નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા બનાવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel