જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે રાજ્યની વિધાનસભામાં પણ ઘણી વખત ગરમાગરમીની સ્થિતિ બની ચૂકી છે. હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.
કોઈ પણ કિંમત પર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે
મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ‘કોઈ પણ કિંમત પર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે.’ તેમણે આગળ કહ્યું કે, ‘મહાયુતિનો અર્થ છે ‘વિકાસ’ અને અઘાડી (મહાવિકાસ અઘાડી)નો અર્થ છે ‘વિનાશ’. હવે તમારે નક્કી કરવાનું છે કે, વિકાસ કરનારાને સત્તામાં લાવવા છે કે, વિનાશ કરનારાને.’
मनमोहन सिंह, भारत के अर्थतंत्र को 11वें नंबर पर छोड़ कर गए थे, मोदी जी ने 10 साल के भीतर ही देश के अर्थतंत्र को 5वें नंबर पर पहुंचाया।
मैं आपसे वादा करता हूं कि 2027 तक भारत की अर्थव्यवस्था दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था होगी।
– श्री @AmitShah
— BJP (@BJP4India) November 13, 2024
ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370…..
અમિત શાહે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસીની વાત કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી તો શું જો ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે.
ત્રીજા નંબર પર હશે ભારતની અર્થવ્યવસ્થા
પૂર્વ પીએમ મનમોહન સિંહ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, ‘પીએમ મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે. મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં 11મા સ્થાને હતું, પરંતુ મોદીએ દેશને પાંચમા સ્થાને લાવી દીધો છે. 2027માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આઘાડી લોકો (મહા વિકાસ આઘાડી) ખોટા વાયદા કરે છે.’