click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Bihar Election : 11 વાગ્યા સુધીમાં બિહારમાં 31.38% મતદાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Bihar Election : 11 વાગ્યા સુધીમાં બિહારમાં 31.38% મતદાન
Gujarat

Bihar Election : 11 વાગ્યા સુધીમાં બિહારમાં 31.38% મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

Last updated: 2025/11/11 at 1:16 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન મંગળવાર, 11 નવેમ્બર 2025ના રોજ સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ તબક્કામાં કુલ 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં આશરે 3.70 કરોડથી વધુ મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને 1302 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ તબક્કામાં મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર-પૂર્વ બિહારના 11 જિલ્લાઓ — પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, ખગડિયા અને બેગુસરાય — સામેલ છે. આ વિસ્તાર નેપાળની સરહદે આવેલ હોવાથી સુરક્ષા દૃષ્ટિએ પણ ખૂબ જ સંવેદનશીલ ગણાય છે.

Assembly by-elections | Approximate voter turnout recorded till 11 am:

Nagrota (J&K) – 34.47%
Budgam (J&K) – 21.74%
Ghatsila (Jharkhand) – 34.32%
Dampa (Mizoram) – 34.38%
Nuapada (Odisha) – 32.51%
Tarn Taran (Punjab) – 23.35%
Anta (Rajasthan) – 28.74%
Jubilee Hills… pic.twitter.com/1gM0WJxFSP

— ANI (@ANI) November 11, 2025

સવારે મતદાનની શરૂઆતથી જ અનેક વિસ્તારોમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 9 વાગ્યા સુધીમાં કુલ 14.55 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે 11 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 31.38 ટકા સુધી પહોંચી ગયો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ઠંડી હોવા છતાં મહિલાઓ અને યુવાનો મતદાન મથકો સુધી મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

Bihar records robust voter participation as voter turnout of 31.38% recorded till 11 am in second phase of assembly polls

Read @ANI Story | https://t.co/1mftcGrScx#Bihar #BiharElections #BiharElections2025 #voterturnout pic.twitter.com/W4Slh0Gltj

— ANI Digital (@ani_digital) November 11, 2025

મોટા પ્રમાણમાં સુરક્ષા કર્મચારીઓની તહેનાતી કરવામાં આવી છે. કુલ 4 લાખથી વધુ કર્મચારી મતદાન પ્રક્રિયામાં ફરજ બજાવી રહ્યા છે. કુલ 45,399 મતદાન મથકો તૈયાર કરાયા છે, જેમાંથી 40,073 મથકો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ છે. આ તબક્કામાં મહિલા મતદારોની સંખ્યા આશરે 1.75 કરોડ છે, જે બિહારના મતદાનમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. નવાડા જિલ્લાના હિસુઆ મતવિસ્તાર સૌથી મોટો છે, જ્યાં 3.67 લાખથી વધુ મતદાતા છે.

Bypolls underway across six states and 1 UT, J-K's Nagrota records highest turnout at 34.47%

Read @ANI Story | https://t.co/jx3MwdCR7W#Bypolls #ElectionCommission #Nagrota #JammuandKashmir pic.twitter.com/MPgv2s2aao

— ANI Digital (@ani_digital) November 11, 2025

અરેરિયાના ફારબિસગંજ ખાતે સવારે વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ. ઘટના ફારબિસગંજ કોલેજના બૂથ નંબર 198 પર બની હતી. કોંગ્રેસના સમર્થકોના આરોપ મુજબ, ભાજપના ધારાસભ્ય અને NDA ઉમેદવારે કોંગ્રેસના મતદારોને માર મારવાની અપીલ કરી હતી, જેના પરિણામે તણાવ સર્જાયો હતો. સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. જોકે બાદમાં SDO રણજીત કુમાર રંજને જણાવ્યું કે લાઠીચાર્જ થયો નથી અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કર્યા. તેમણે કહ્યું, “ઘણા બૂથો પર મતદારો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે અને અનેક જગ્યાએ EVM મશીનો ખરાબ છે. આ લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ છે. સીમાંચલ અને કોસી વિસ્તાર જેની સાથે ઉભા રહે છે, તે જ સરકાર રચે છે.” ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે ટેકનિકલ ટીમો ખામીયુક્ત મશીનોની તાત્કાલિક મરામત માટે મોકલવામાં આવી છે અને મતદાન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.

બીજા તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય પણ દાવ પર છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવ સુપૌલ બેઠક પરથી આઠમી વખત મેદાનમાં છે, જ્યારે ભાજપના મંત્રી પ્રેમકુમાર ગયા બેઠક પરથી સતત આઠમી વખત પોતાની સીટ બચાવવા પ્રયત્નશીલ છે. બેટ્ટિયાની રેણુ દેવી, છતપુરના નીરજકુમાર, ધમદાહાની લેશી સિંહ, ફુલપારસની શીલા મંડલ અને ચૈનપુરના ઝમાખાન જેવા અનેક જાણીતા ઉમેદવારો પણ કસોટી પર છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને તારકિશોર પ્રસાદ કટિહાર બેઠક પરથી સતત પાંચમી વખત જીત મેળવવા માટે મેદાનમાં છે. કટિહાર જિલ્લામાં બલરામપુર અને કડવા જેવી બેઠકો પર પણ કડક ટક્કર જોવા મળી રહી છે. સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ અહમદ ખાન ત્રીજી વખત પોતાની સીટ જાળવવા માટે સ્પર્ધામાં છે.

આ તબક્કાના મોટાભાગના જિલ્લા સીમાંચલ વિસ્તારમાં આવેલા હોવાથી મુસ્લિમ વોટ બેન્કના પ્રભાવને ધ્યાનમાં લેતા ઇન્ડિયા બ્લોક (RJD, કોંગ્રેસ અને ડાબા પક્ષોનું ગઠબંધન) માટે આ તબક્કો અત્યંત મહત્વનો છે. NDA માટે પણ આ વિસ્તાર પોતાનું મજબૂત કિલ્લો સાબિત કરવાનો છે. પ્રથમ તબક્કામાં નોંધાયેલા 65 ટકા જેટલા ઊંચા મતદાનને જોતા ચૂંટણીના બીજા તબક્કામાં પણ ઉત્સાહપૂર્ણ ભાગીદારીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની વધારાની તહેનાતી કરાઈ છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, મતદાન મોટા ભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને બિહારની રાજકીય લડત હવે બીજા તબક્કાના મતદાન સાથે વધુ રસપ્રદ બની ગઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bihar, bihar election, bihar election 2025, bihar election news, Breaking news, CM Gujarat, election 2025, gujarat, gujarati news, localnewsingujarat, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannel, topnewschannelinindia, voting, બિહાર વિધાનસભા ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, બીજા તબક્કાનું મતદાન, મતદાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી બ્લાસ્ટ પર ભૂટાનથી પીએમ મોદીનો સંદેશ : દોષિતોને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે
Next Article દિલ્હી બ્લાસ્ટ પહેલાં 3 કલાક સુધી સુનેહરી મસ્જિદ પાસે પાર્ક થયેલી i20, નીકળ્યા બાદ 4 મિનિટમાં થયો વિસ્ફોટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?