મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટા પગલાં હેઠળ લવ જેહાદ અને બળાત્કારના ગંભીર કેસમાં સંકળાયેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ભોપાલના TTI કોલેજ વિસ્તાર ખાતે આરોપી સાદ અને સાહિલના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા. સરકારના ગેરકાયદેસર કબજાઓ અને બાંધકામો સામે ચાલી રહેલા અભિયાનનો આ એક ભાગ હતો, જેને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ કેસમાં ફરહાન, સાદ અને સાહિલ પર આરોપ છે કે તેઓએ એક ગેંગ બનાવીને TIT કોલેજમાં ભણતી હિંદુ વિદ્યાર્થિનીઓને પોતાના જાળમાં ફસાવ્યા. પ્રથમ મિત્રતા સ્થાપિત કર્યા બાદ તેમનું શોષણ કરવામાં આવ્યું અને તેમના અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવામાં આવ્યા. આ વીડિયો આધારિત ધમકીઓથી પીડિતાઓ પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા અને તેમની સાથે લગ્ન કરવા દબાણ કરાયું હતું. માત્ર એટલું જ નહીં, પરંતુ પીડિત વિદ્યાર્થિનીઓને અન્ય છોકરીઓને પણ આ જાળમાં ફસાવવાની ફરજ પાડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા શહેરમાં ભારે ચકચાર મચી હતી.
ઘટના બાદ પોલીસે ત્વરિત પગલાં ભરતાં આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ ફક્ત પોલીસ તપાસ સુધી મર્યાદિત ન રહ્યો પરંતુ તેની ગંભીરતા જોતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ટીમ પણ ભોપાલ આવી અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ હાથ ધરી. તપાસ દરમ્યાન ખુલ્યું કે આરોપીઓએ તેમના રહેણાંક મકાનો સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે બાંધ્યા હતા. આ અંગે પ્રશાસને પહેલેથી જ 19 ઑગસ્ટે નોટિસ જારી કરી હતી, જેમાં 4 સપ્ટેમ્બર સુધીમાં જગ્યા ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
પરંતુ નોટિસ છતાં આરોપીઓએ કબજો હટાવ્યો નહોતો. પરિણામે પ્રશાસને કડક પગલાં ભરતાં 13 સપ્ટેમ્બરના રોજ બુલડોઝર ચલાવીને સાદ અને સાહિલના ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા. ફરહાન સામે કાર્યવાહી બાબતે હાલમાં કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને તેની સુનાવણી બાદ નિર્ણય લેવાશે. આ કાર્યવાહી રાજ્ય સરકારના તે અભિગમને દર્શાવે છે કે લવ જેહાદ કે બળાત્કાર જેવા ગુનામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ ફક્ત કાનૂની જ નહીં પરંતુ ગેરકાયદેસર સંપત્તિ અને બાંધકામોના સ્તરે પણ કડક પગલાં લેવાશે.
આ ઘટનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાના ભંગ અને સામાજિક તંત્રને ખલેલ પહોંચાડવા માગતા કોઈપણ તત્વોને સરકાર અને પ્રશાસન સહન નહીં કરે. સાથે સાથે પીડિત વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવાની પ્રક્રિયા વધુ દ્રઢ બનશે અને સમાજમાં એક દાખલો પણ બેસાડશે કે આવા ગુનાઓ સામે શૂન્ય સહિષ્ણુતા જાળવવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel