click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: “રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > “રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
AhmedabadGujarat

“રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

પદ કે હોદ્દાનો ભાર છોડી બાળક સાથે બાળક બની ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Last updated: 2025/12/27 at 2:51 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ પ્રેરિત “રમશે બાળક ખીલશે બાળક’ પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા “મનોરંજન પ્રવાસમાં” ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ.

‘દાદા’ બનીને આંગણવાડીઓનાં બાળકો પર મબલખ વહાલ વરસાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ બાળકોને રમતો રમતાં નિહાળ્યાં, નાસ્તો કરાવ્યો, વાતચીત કરી અને ટૉય ટ્રેનમાં પણ બેઠા

૧૪ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ અમિતભાઈ શાહ પણ આ મનોરંજન પ્રવાસમાં સ્વયં ઉપસ્થિત રહીને બાળકો સાથે કરી ચૂક્યા છે ગોષ્ઠિ

બાળપણને માણવાની બાળકોને મનોરંજન માટે સમાન તક મળે તેવા માનવીય સંવેદના સાથેની આ અનુપમ પહેલનો વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટ માસથી પ્રારંભ

વર્તમાન સ્થિતિએ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના કુલ ૩૩૦૦ થી વધુ બાળકોએ આ ઉમદા પ્રવાસનો માણ્યો આનંદ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી  અમિતભાઈ શાહ પ્રેરિત “રમશે બાળક ખીલશે બાળક’ પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા “મનોરંજન પ્રવાસમાં” ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહભાગી થઈ બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે “રમશે બાળક ખીલશે બાળક” ઉમદા અભિયાન અંતર્ગત ગાંધીનગર સંસદીય ક્ષેત્રની આંગણવાડીના બાળકો માટે રમકડાં વિતરણ તેમજ મનોરંજન પ્રવાસ કાર્યરત છે. ગરીબ બાળકના જીવનમાંથી અસંતોષ દૂર થાય અને તેમના ચહેરા પર હાસ્ય રેલાવી શકાય, બાળપણને માણવાની આ બાળકોને મનોરંજન માટે સમાન તક મળે તેવા માનવીય સંવેદના સાથેના આ અભિગમના અનુસંધાને પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારે લોકસભામાં સમાવિષ્ટ વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોની આંગણવાડીના બાળકો માટે મનોરંજન પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાંથી બિન વપરાશી રમવા લાયક એકત્રિત કરાયેલા રમકડાઓનું વિતરણ પણ આ પ્રવાસ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.

આ અનુપમ પહેલનો શુભારંભ વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટ માસથી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક પ્રવાસમાં બે થી ત્રણ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. ૨૦૨૩માં ૪૨૫ અને ૨૦૨૫ માં ૨૧૫ આંગણવાડીઓના સમાવેશ સાથે વર્તમાન સ્થિતિએ કુલ ૩૩૦૦ થી વધુ બાળકોને આ ઉમદા પ્રવાસનો આનંદ માણવા મળ્યો છે. ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ શાહ પણ આ મનોરંજન પ્રવાસમાં સ્વયં ઉપસ્થિત રહીને બાળકો સાથે ગોષ્ઠિ કરી ચૂક્યા છે.

આ અભિયાન હેઠળ જ ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે આંગણવાડીના બાળકો માટે યોજાયેલ મનોરંજન પ્રવાસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિતિ રહી નાના ભૂલકાઓ સાથે ગોષ્ઠિ અને પ્રશ્નોતરી કરી હતી. તેમજ મનોરંજન પ્રવૃતિઓમાં ભૂલકાઓને સાથે રાખી સહભાગી થઈ રમકડાઓનું પણ વિતરણ કર્યું હતું. પટેલે ભૂલકાઓ સાથે જ્ઞાન ગોષ્ઠિ કરતા દેશનાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ કોણ છે તે અંગે કરેલ પ્રશ્નોતરીના ભૂલકાંઓએ સચોટ જવાબ પણ આપ્યા હતા.

મુખ્યમંત્રીએ બાળકોને વિવિધ ગેમ્સ રમતા નિહાળ્યા હતા તથા તેમની સાથે સંવાદ પણ સાધીને બાળકોની કાલીઘેલી વાતો સાંભળી હતી અને બાળકોને નાસ્તો કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે બાળકોને રમકડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બાળકો સાથે સંવાદ સાધતાં અને વાતો કરતાં કરતાં મુખ્યમંત્રી પદ કે હોદ્દાનો ભાર છોડીને બાળક સાથે બાળક બની ગયા હતા અને ‘દાદા’ બનીને ભૂલકાંઓ પર મબલખ વહાલ વરસાવ્યું હતું.

મનોરંજન પ્રવાસમાં સાણંદ અને દસ્ક્રોઈ તાલુકાની આંગણવાડીઓનાં ૨૭૫ જેટલાં બાળકો સહભાગી થયાં હતાં. સાણંદ નગરપાલિકામાં આવતી આંગણવાડીઓ ઉપરાંત ચેખલા, નીધરાડ, ગોધાવી, મણિપુર, ગરોડિયા, ગીબપુરા, લાયપુર, માધવનગર, ગોલવાડ, કાણેટી વગેરેની આંગણવાડીઓ તો દસ્ક્રોઈ તાલુકાના કાસિંદ્રા, લીલાપુર, રાહપુરા, ખોડીયાર, લપકામણ વગેરેની આંગણવાડીનાં બાળકો આ મનોરંજન પ્રવાસમાં સહભાગી બન્યાં હતાં.

ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે યોજાયેલા આ મનોરંજન પ્રવાસ આંગણવાડીના ભુલકાઓએ મન ભરીને માણ્યો હતો.

આ પ્રસંગે ડે. મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, રાજકીય અગ્રણી બિપીનભાઈ પટેલ (ગોતા), ફનબ્લાસ્ટના માલિક મહેન્દ્રભાઈ પટેલ, મનોરંજન પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ  ભાગ્યેશભાઈ પટેલ તથા એએમસીના પદાધિકારીઓ, કાઉન્સિલરઓ, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Ahmedabad City, ahmedabad collector, Anganwadi, Anganwadi Center, Anganwadi children, Breaking news, children will flourish, Children will have fun, CM Gujarat, cm-bhupendra patel, entertainment tour, Fun Blast, gujarat, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, અમદાવાદ, અમદાવાદ અને ગાંધીનગર, આંગણવાડી કેન્દ્ર, આંગણવાડી બાળકો, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ગાંધીનગર, ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગ, ફન બ્લાસ્ટ, બાળપણ, ભાજપા મીડિયા વિભાગ, મનોરંજન પ્રવાસમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમશે બાળક ખીલશે બાળક, લોકસભા ક્ષેત્ર, સહકાર મંત્રી અમિતભાઈ શાહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હીમાં પર્યાવરણના બહાને નક્સલ-સમર્થિત નારા લગાવનારા પ્રદર્શનકારીઓને કોર્ટે જામીન આપ્યા
Next Article મુસ્લિમો દ્વારા નવસારીના આદિવાસી યુવકની હત્યા બાદ પરિવારની વ્હારે આવ્યા વલસાડના સાંસદ ધવલ પટેલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?