click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
AhmedabadGujarat

સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું

પ્રાથમિક અહેવાલમાં ઘટનાની માહિતી, પૃષ્ઠભૂમિ, વિમાન વિશેની તમામ માહિતી, તેને થયેલું નુકસાન, પાયલોટ વિશેની માહિતી, ઘટના સમયનું હવામાન, કોકપિટમાં થયેલી વાતચીત, ફ્લાઇટ રેકોર્ડરમાં કેદ થયેલી વાતચીત ઉપરાંત સમયવાર ઘટનાક્રમ અને તપાસની સ્થિતિ– આ તમામ આવરી લેવામાં આવ્યું છે.

Last updated: 2025/07/12 at 11:06 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હોવાનું બહાર આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એયરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા 12 જુલાઈની મધ્યરાત્રે બહાર પાડવામાં આવેલ 15 પાનાંના પ્રાથમિક અહેવાલ મુજબ ટેક ઑફ બાદના માત્ર 31 સેકન્ડમાં વિમાની બંને ફ્યુઅલ કટ ઑફ સ્વિચ ‘રન’ સ્થિતિમાંથી ‘કટ ઑફ’ પર સેટ થઈ ગઈ હતી, એટલે કે એન્જિનને ઇંધણ પૂરું પડવાનું બંધ થઈ ગયું હતું. આ પરિવર્તન એક જ સેકન્ડના અંતરમાં બંને એન્જિનો માટે થયો હતો, જેના કારણે વિમાન તાત્કાલિક ઊંચાઈ ગુમાવતું ગયું અને ટૂંક સમયમાં જ ક્રેશ થઈ ગયું.

ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડિંગના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ટેક ઑફ દરમિયાન વિમાને 54,200 કિલોગ્રામ જેટલું ઇંધણ ભરીને 2,13,401 કિલોગ્રામના વજન સાથે ઉડાન ભરી હતી, જે તેની ટેકનિકલ મર્યાદા 2,18,183 કિલોગ્રામની અંદર હતું. વિમાને સવારે 1:37 કલાકે ટેક ઑફ માટે ક્લિયરન્સ મેળવ્યું અને 1:38:33 વાગ્યે ટેક ઑફ કર્યું હતું. ટેક ઑફ પછી 180 નોટ્સની ઝડપ પર એન્જિનની ફ્યુઅલ સપ્લાય કટ થતાં વિમાન ઊંચાઈ પકડવામાં નિષ્ફળ રહ્યું અને RAT (રેમ એર ટર્બાઇન) ઓટોમેટિક રીતે બહાર આવી ગઈ હતી. RAT ત્યારે ખુલે છે જ્યારે વિમાનમાં બંને એન્જિન કે વિજળી ઉત્પાદન બંધ થઈ જાય છે.

12 जून 2025 को अहमदाबाद में हुए एयर इंडिया की फ्लाइट AI171 (Boeing 787-8, रजिस्ट्रेशन VT-ANB) के दुर्घटना की प्रारंभिक जांच का रिपोर्ट :

दुर्घटना का मुख्य कारण
(अब तक की जानकारी के अनुसार):

टेक-ऑफ के तुरंत बाद दोनों इंजनों (Engine 1 और Engine 2) के फ्यूल कंट्रोल स्विच "RUN"… pic.twitter.com/frg0sDvBKT

— One India News (@oneindianewscom) July 12, 2025

કોકપિટ રેકોર્ડિંગ મુજબ, પાયલોટ વચ્ચે એ વાતચીત થઇ હતી કે એક પાયલોટ બીજાને પૂછે છે: “તમે કટ ઑફ કેમ કર્યું?” ત્યારે બીજો પાયલોટ જવાબ આપે છે કે તેણે એવું કરેલું નથી. જોકે, કેટલાંક સેકન્ડોમાં બંને એન્જિન ફરીથી ‘રન’ પર સેટ કરાયા હતા અને FADEC (Full Authority Digital Engine Control) સિસ્ટમએ એન્જિન રીસ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. એન્જિન 1 ધીમે ધીમે રિકવર થવાનું શરૂ કર્યુ, પણ એન્જિન 2 ફરી ધીમું પડતું રહ્યું. વિમાનની ઊંચાઈ પણ ઓછી હોવાના કારણે એન્જિનને ઝડપ પકડવામાં પૂરતો સમય નહોતો મળ્યો. છેલ્લે 1:39:05 વાગે પાયલોટે ‘મેડે મેડે મેડે’ કહ્યા પછી માત્ર છ સેકન્ડમાં રેકોર્ડિંગ બંધ થઈ ગયું અને વિમાન પતન પામ્યું.

અહેવાલ અનુસાર વિમાનમાં કોઈ અન્ય ટેકનિકલ ખામી નહોતી અને ટેક ઑફ પહેલાં વિમાનની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી હતી. વિમાને કોઈ ખતરના સામાન પણ ભરી રાખ્યો ન હતો. આ સમગ્ર ઘટનામાં માનવ ભૂલ (human error) કે કોઈ ઈન્ટરનલ કોકપિટ મલફંક્શનની સંભાવના સામે આવી રહી છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. AAIB હવે તપાસના બીજા તબક્કા માટે તૈયાર છે જેમાં માનવ ભૂલ, પાયલોટની તાલીમ અને કોકપિટ ક્રિયાઓ પર વધુ વિસ્તારથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: AAIB, ahmedabad, Ahmedabad plane crash, Ahmedabad plane crash news, Breaking news, FADEC, Government's preliminary report, gujarat cm, gujarati news, latest news, news channel in india, oneindianews, preliminary report, RAT, top news, અમદાવાદ, એયરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, રેમ એર ટર્બાઇન, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો
Next Article દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?