click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું ₹200 કરોડનું સાયબર ક્રાઈમ રેકેટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું ₹200 કરોડનું સાયબર ક્રાઈમ રેકેટ
Gujarat

ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું ₹200 કરોડનું સાયબર ક્રાઈમ રેકેટ

ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ અને રેલવેના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મળીને સાયબર છેતરપિંડી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દુબઈથી ચાલતી હતી અને તેમણે ભારતભરમાંથી ₹200 કરોડથી વધુની લૂંટ ચલાવી હતી.

Last updated: 2025/11/05 at 1:17 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ અને રેલવેના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મળીને ચલાવવામાં આવેલી વિશાળ તપાસમાં એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. આ ગેંગનું સંચાલન દુબઈમાંથી થતું હતું અને તેણે ભારતભરમાંથી ₹200 કરોડથી વધુની લૂંટ ચલાવી હતી. ગુજરાત પોલીસએ મોરબી, સુરેન્દ્રનગર અને સુરતમાંથી 6 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દેશભરના 386થી વધુ સાયબર કેસો સાથે જોડાયેલો છે, જેમાંથી 29 કેસ માત્ર ગુજરાતમાં નોંધાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોબાઇલ ફોન, 2 સિમ કાર્ડ, 3 બેંક પાસબુક અને 1 લેપટોપ જપ્ત કર્યા છે.

Contents
છેતરપિંડીની રીતોપૈસાની હેરફેરની પ્રોસેસદેશવ્યાપી કનેક્શન

આ આખી તપાસની શરૂઆત માત્ર ત્રણ નાની ફરિયાદોથી થઈ હતી, પરંતુ પોલીસએ પૈસાના ટ્રેલને ટ્રેસ કરતાં એક મોટું નેટવર્ક શોધી કાઢ્યું. તપાસ મુજબ, આ ગેંગે 100થી વધુ ખોટા બેંક એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) વાપરીને લોકો પાસેથી લૂંટેલી રકમ ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ મોકલી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પરમારએ જણાવ્યું કે, “અમને અનેક સાયબર કેસોમાં પૈસાના ટ્રેલને અનુસરતા આ આખું નેટવર્ક મળ્યું છે અને હવે અમે દુબઈના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહ્યા છીએ.”

આ ગેંગ લોકો સાથે છેતરપિંડી કરવા માટે ડિજિટલ અરેસ્ટ, ખોટી લોન, પાર્ટ-ટાઇમ જોબ અને સ્ટોક માર્કેટના રોકાણ જેવા બહાનાઓનો ઉપયોગ કરતો હતો. મોરબીના મહેન્દ્ર શામજી સોલંકી અને રૂપેન પ્રાંજીવન ભાટીયા મ્યુલ એકાઉન્ટ ખોલીને પૈસા ઉપાડવાની કામગીરી સંભાળતા હતા. સુરેન્દ્રનગરના લખતર ગામના રાકેશ કાંતિ લાનિયા અને રાકેશકુમાર ચમન ડેકાડીયાએ ખોટી ફર્મ ‘શ્રી કૃષ્ણા એગ્રો ટ્રેડિંગ કંપની’ના નામે એપીએમસીમાં રજીસ્ટ્રેશન કરાવી બેંક ખાતાં ખોલ્યાં હતાં. સુરતના વિજય નાથા ખંભાલિયા અને પંકજ બાબુ કથિરીયા ક્રિપ્ટોકરન્સી કન્વર્ઝન અને હવાલા વ્યવહારો સંભાળતા હતા. આ તમામ આરોપીઓની વય 28થી 45 વર્ષ વચ્ચે છે અને તેમને દરેક ₹1 લાખ લૂંટ પર ₹650 કમિશન મળતું હતું.

છેતરપિંડીની રીતો

આ ગેંગની છેતરપિંડીની રીતો અત્યંત સુયોજિત અને ટેકનિકલ હતી.

  1. તેઓ વોટ્સએપ અને ટેલિગ્રામ પર “₹5 લાખ લોન માત્ર 3% વ્યાજે” જેવા મેસેજ મોકલીને લોકો પાસેથી આધાર-પાનની વિગતો મેળવી, પછી ‘પ્રોસેસિંગ ફી’ના નામે ₹5,000થી ₹25,000 વસૂલતા અને ગાયબ થઈ જતા.
  2. બીજી રીતમાં તેઓ પાર્ટ-ટાઇમ ઑનલાઇન જોબના બહાને “યુટ્યુબ પર લાઇક કરો અને એક લાઇકના ₹500 મેળવો” કહી લોકોને લલચાવતા. પહેલાં નાનું ટાસ્ક આપી વિશ્વાસમાં લેતા અને પછી “પ્રીપેઇડ ટાસ્ક” માટે પૈસા જમા કરાવતાં અને પછી સંપર્ક તોડી નાખતા.
  3. ત્રીજી રીતમાં ખોટી એપ ‘Grow Fast Trade’ ડાઉનલોડ કરાવી લોકોને શરૂઆતમાં 10% નફો બતાવી મોટું રોકાણ કરાવતા અને પછી એપ ક્રેશ કરી દેતા.
    ઘણા કેસોમાં પીડિતોને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવીને પણ પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા.

પૈસાની હેરફેરની પ્રોસેસ

છેતરપિંડી બાદ પૈસા સાત અલગ સ્ટેપમાં લોન્ડર થતા હતા.

  • પ્રથમ સ્ટેપમાં પીડિતના પૈસા મ્યુલ એકાઉન્ટમાં જમા થતા.
  • બીજા સ્ટેપમાં મોરબીમાં કેશ ઉપાડીને તે અંગડિયા કુરિયર દ્વારા સુરત મોકલાતા.
  • સુરતમાં તે પૈસા Binance અથવા Paxful જેવી એપ પર USDT (Tether) ક્રિપ્ટોકરન્સીમાં ફેરવાતા.
  • પછી તે USDT TRC-20 વોલેટમાં ટ્રાન્સફર કરીને હવાલા મારફતે દુબઈ મોકલાતા.
    દુબઈમાં આ રકમનો ઉપયોગ રિયલ એસ્ટેટમાં રોકાણ અથવા નવા ફ્રોડ માટે ફંડિંગ તરીકે થતો હતો. આ આખી પ્રક્રિયામાં સામેલ દરેક વ્યક્તિને ₹25,000થી ₹1.5 લાખ મહિને કમિશન મળતું હતું.

દેશવ્યાપી કનેક્શન

આ કેસ સાથે દેશના 386 સાયબર કેસો જોડાયેલા છે — જેમાંથી 29 ગુજરાત, 52 તમિલનાડુ, તથા અન્ય કેસો કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં નોંધાયા છે. એક મહિલાને ₹13 લાખ અને બીજા વ્યક્તિને ₹42 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસએ ‘સમન્વય’ પોર્ટલ દ્વારા દેશભરના કેસોની માહિતી મેળવી છે અને હવે ઇન્ટરપોલ સાથે સંકલન કરીને દુબઈના હેન્ડલર્સ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ કેસ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે સાયબર સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના નેટવર્કને સમજવા માટે મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે ઉભો થયો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: @india, Breaking news, CID ક્રાઇમ બ્રાન્ચ, CM Gujarat, cyber crime racket, dubai, gujarat police, gujarati news, india news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannel, topnewschannelinindia, ગુજરાત, ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત પોલીસ, દુબઈ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આજે દેવ દિવાળી, જાણો શુભ મુહૂર્ત, પૂજાની વિધિ અને પૌરાણિક મહત્ત્વ
Next Article હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?