યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની તાજેતરની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક અને સ્પષ્ટ પ્રહાર કર્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ, એમ્બેસેડર પર્વથાનેની હરીશે પાકિસ્તાનને “કટ્ટરવાદ અને આતંકવાદમાં ડૂબાયેલો” તેમજ “IMF પાસેથી વારંવાર ઉધાર લેનાર” દેશ ગણાવતો નિવેદન આપ્યું. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દારે જ્યારે જમ્મુ-કાશ્મીર અને ઇન્ડસ વોટર ટ્રીટી જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને બેઠકમાં ઉઠાવ્યાં, ત્યારે ભારતે મજબૂત પ્રતિસાદ આપતાં કહ્યું કે “જે દેશ આતંકને આશ્રય આપે છે, તેને શાંતિની ચર્ચામાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી.”
એમ્બેસેડર હરીશે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તફાવતને વધુ સ્પષ્ટ કરતો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર છે, તેની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસે છે અને તે ભિન્ન સંસ્કૃતિઓ ધરાવતા લોકોએ રચેલું એક સમરસ સમાજ છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાન છે, જ્યાં કટ્ટરવાદ અને આતંકવાદને સરકાર અને મજહબી તત્વો તરફથી ખુલ્લી છૂટ છે, તેમજ આર્થિક રીતે તે સતત આંતરરાષ્ટ્રીય સહાય માટે આધારીત છે.
'कट्टरता और आतंकवाद में डूबा देश…बार-बार कर्ज लेने की फितरत', संयुक्त राष्ट्र में भारत का पाकिस्तान पर तंज
पाकिस्तान की ओर से कश्मीर मुद्दा और सिंधु जल संधि पर चल रहे विवाद को संयुक्त राष्ट्र में उठाने के बाद भारत ने भी अपनी ओर से तेज पलटवार किया है। संयुक्त राष्ट्र की 80वीं… pic.twitter.com/LnmeGWC0XQ
— One India News (@oneindianewscom) July 23, 2025
હરીશે પાકિસ્તાનના શાંતિ અને સંવાદના દાવાઓ પર શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, “એક તરફ આ દેશ શાંતિની વાત કરે છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને આતંકવાદીઓને સહારો આપે છે.” તેમણે તાજેતરના પહલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતે ચલાવેલા “ઑપરેશન સિંદૂર”નો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે આતંકના વિરોધમાં ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ યથાવત રહેશે.
હરીશે આ મુદ્દે વિશ્વ સમુદાયને પણ સંબોધતાં કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સમાજે આતંકને આશ્રય આપનારા અને તેને પોષણ આપતા દેશો સામે પગલાં લેવા જરુરી છે.” સાથે જ તેમણે 26/11ના મુંબઈ હુમલા, પઠાનકોટ, ઉરી, પુલવામા અને તાજેતરના હુમલાઓનું ઉદાહરણ આપીને પાકિસ્તાનના ‘દ્વિમુખી વલણ’ની આકરી ટીકા કરી.
આ સમગ્ર પ્રસ્તાવનાથી સ્પષ્ટ છે કે ભારત હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના ષડયંત્રોને ખુલ્લી રીતે ઉજાગર કરવા માટે પ્રતિબદ્ધ છે અને શાંતિના દાવાઓ પાછળ છુપાયેલી આતંકવાદી નીતિઓનો પર્દાફાશ કરી રહ્યું છે.