યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ઉઘાડું પાડતાં કહ્યું કે પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વામાં પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કરી નિર્દોષોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર આવતાં તે સતત ભારતને નિશાન બનાવે છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ માનવાધિકાર મુદ્દે વિસંગતતા અને પાખંડનું જીવંત ઉદાહરણ છે, કારણ કે તે પોતાની જમીન પર માનવાધિકારનો ભંગ કરે છે અને અહીં આવીને ભારત વિરુદ્ધ નિરાધાર અને ભડકાઉ નિવેદનો આપે છે.
ક્ષિતિજ ત્યાગીએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનને સૌ પ્રથમ એ જમીન ખાલી કરવી જોઈએ, જે ભારતની છે પરંતુ તેના ગેરકાયદે કબજામાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “ભારત વિરુદ્ધ ખોટા આક્ષેપ કરવાનો બદલે પાકિસ્તાનને પોતાના દેશની અંદરની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. તેના નાગરિકોને મૌલિક અધિકારો મળે, લોકશાહી વ્યવસ્થામાં સૈન્યનું વર્ચસ્વ ન રહે અને વર્ષોથી માનવાધિકાર મુદ્દે તેના ઉપર લાગતી ટીકા પર સુધારવા માટે તેને કાયમી પ્રયાસ કરવા જોઈએ.”
#BREAKING: Indian Diplomat Kshitij Tyagi at UN Human Rights Council exposes Pakistan for bombing their own people in KPK yesterday apart from persecution, human rights violations and illegally occupying Indian territory.
“A delegation that epitomises the antithesis of this… pic.twitter.com/E1CgY1PBsV
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 23, 2025
ભારતના રાજદૂતે પાકિસ્તાનની આતંકવાદી નીતિઓ પર પણ કડક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે આ દેશે દાયકાઓથી આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે, યુએન દ્વારા ડિઝિગ્નેટેડ આતંકવાદીઓને આશરો આપ્યો છે અને આતંકવાદને પોતાના પડોશી દેશોમાં એક્સપોર્ટ કર્યો છે. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે દુનિયાને ભુલાવવા કરતાં પાકિસ્તાનને એ સમજવું જોઈએ કે તેની આંતરરાષ્ટ્રીય છબી તેના જ કૃત્યોને કારણે ખરાબ થઈ રહી છે.
ત્યાગીએ અંતે ચેતવણી આપી કે જો પાકિસ્તાનને ખરેખર માનવાધિકાર, શાંતિ અને પ્રગતિની ચિંતા હોય તો તેને આતંકવાદીઓને પોષણ આપવાનું બંધ કરવું પડશે, પોતાના નાગરિકો સામે થતા અત્યાચાર રોકવા પડશે અને આતંકવાદ એક્સપોર્ટ કરતા તેના અર્થતંત્ર અને સમાજની વિકાસ તરફ ધ્યાન આપવું પડશે. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સતત માનવાધિકાર મુદ્દે પાખંડ કરે છે અને UNHRC જેવા મંચનો દુરુપયોગ કરે છે, પણ હવે વિશ્વ સમુદાય આ હકીકતને અવગણી શકશે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel