હોર્મુઝની ખાડીમાં વધતા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. Iran એ સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ વસૂલશે નહીં. ઈરાને ભારતને વિશ્વસનીય મિત્ર ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત માર્ગ આપવાની ખાતરી આપી છે.
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફત્તાહી એ જણાવ્યું કે, “તમે ભારત સરકારને પૂછો કે શું અમે અત્યાર સુધી કોઈ રકમ વસૂલી છે? આપણા સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં પણ ભારતીય જહાજોને Strait of Hormuzમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે.
At present, all Indian seafarers in the #PersianGulf region are safe. No incident involving Indian-flagged vessels has been reported in the past 24 hours
The Indian-flagged LPG vessel Jag Vikram crossed the Strait of #Hormuz on 11th April. The vessel is carrying around 20,400… pic.twitter.com/DHecDnjUXT
— PIB India (@PIB_India) April 13, 2026
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન સામે કડક પગલાં લેતા તેના બંદરો પર સંપૂર્ણ નાકાબંધી જાહેર કરી છે. ભારત માટે આ સ્થિતિ પડકારજનક બની છે, કારણ કે હોર્મુઝ માર્ગ ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ભારત સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. જળમાર્ગ મંત્રાલય અને વિદેશ મંત્રાલય મળીને હોર્મુઝ વિસ્તારમાં ફસાયેલા લગભગ 15 ભારતીય જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ અમેરિકાની નાકાબંધીને ખુલ્લું સમર્થન આપવાનો ઈનકાર કર્યો છે, જે વૈશ્વિક રાજકીય સમીકરણોને વધુ જટિલ બનાવે છે.
“I have, believe me, 100 percent, a PhD, okay? From the best college in the world. The best. Totally real. Everybody knows it.
And frankly, you’re going to thank me, big time, for educating you. Nobody educates better than me.”#Trump pic.twitter.com/Xe2AavD0jM
— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) April 13, 2026
અમેરિકાએ ‘ઓપરેશન બ્લોકેડ’ શરૂ કરીને અરબ સાગર અને હોર્મુઝ ખાડીમાં પોતાના નૌકાદળને મજબૂત બનાવ્યું છે. USS Tripoli (LHA-7) સહિત 15થી વધુ યુદ્ધજહાજો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે આકાશમાંથી F-35B Lightning II જેટ્સ ઈરાનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ મુજબ, આ નાકાબંધીનો મુખ્ય ઉદ્દેશ ઈરાન સાથે જોડાયેલા જહાજોને રોકવાનો છે, જ્યારે અન્ય દેશોના જહાજોને માર્ગ ખુલ્લો રાખવામાં આવશે.
આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાનની કોઈ નૌકાઓ અમેરિકી જહાજોની નજીક આવશે, તો તેમને તાત્કાલિક નષ્ટ કરી દેવામાં આવશે.
ઈસ્લામાબાદમાં થયેલી અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતા હાલ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જવાબમાં, ઈરાનની સેનાએ પણ ચેતવણી આપી છે કે જો તેના બંદરો અથવા તેલ નિકાસને નુકસાન પહોંચાડવામાં આવશે, તો તે અરબ સાગર અને ઓમાનની ખાડીમાં અન્ય દેશોના હિતોને પણ અસર કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel