જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત પાંચ સુરક્ષા કર્માચારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ કુલગામના આદિગામ વિસ્તારમાં થઈ રહી હતી.
પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ દેવસર વિસ્તારના આદિગામ ગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લાના આદિગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ અને સીઆરપીએફ સહિતના સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
#UPDATE | Kulgam encounter: Two bodies recovered from the encounter site. Identification & affiliation being ascertained. Incriminating materials, arms & ammunition recovered. Search in progress. Further details shall follow: Kashmir Zone Police https://t.co/MDv8eBqwXx
— ANI (@ANI) September 28, 2024
ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા
અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. જ્યારે આતંકવાદીઓને ખબર પડી કે અમે ચારેય બાજુથી ઘેરાઈ ગયા છીએ તો તેમણે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી લાગવાથી સેનાના ચાર જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી મુમતાઝ અલી સામાન્ય રૂપે ઘાયલ થયા છે. છુપાયેલા આતંકવાદીઓ ભાગી ન શકે તેના માટે સુરક્ષા દળોએ ભાગવાના તમામ રસ્તા બંધ કરી દીધા છે. પહેલાથી જ વધારાના દળો એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગયા છે. ઘાયલ સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ભાડાના છે આતંકવાદી
એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ કટ્ટર વિદેશી ભાડૂતી છે. છેલ્લા ત્રણ-ચાર મહિના દરમિયાન, આ આતંકવાદીઓએ જમ્મુ ડિવિઝનના ડોડા, કઠુઆ, રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લામાં સેના, સ્થાનિક પોલીસ અને નાગરિકો પર હુમલા કરીને તેમને મોતના ઘાટ ઉતાર્યા છે. પહાડી વિસ્તારોમાં સેના અને અન્ય લોકો પર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ આ પહાડી જિલ્લાઓના ગાઢ જંગલો ભાગી જાય છે.
આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે જમ્મુ ડિવિઝનના ઊંચા પર્વતીય વિસ્તારો અને ગાઢ જંગલોમાં 4,000થી વધુ પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં ટ્રેની જવાનોને તેહનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોની આ વ્યૂહરચના બાદ આ જિલ્લાઓમાં આતંકવાદી હુમલાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે.