આજનો દિવસ, 26 જુલાઈ, ભારત માટે ગૌરવ અને શ્રદ્ધાંજલિનો દિવસ છે—કારણ કે આજના દિવસે સમગ્ર દેશ 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતના એ મહાન શૂરવીરોને સમર્પિત છે જેમણે 1999માં પાકિસ્તાની ઘુસણખોરો સામે લડતાં પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું અને ભારતના સન્માન અને એકતાની રક્ષા કરી હતી. લદ્દાખના દુર્ગમ પહાડો પર લડાયેલા આ યુદ્ધમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન વિજય’ અંતર્ગત ભારતીય સૈનિકોએ કારગિલની ઊંચી પહાડીઓ પર ફરીથી કબજો મેળવ્યો અને દેશનો તિરંગો ફરીથી લહેરાવ્યો.
कारगिल विजय दिवस 🇮🇳#KargilVijayDiwas #KargilWar #IndianArmy #VictoryDay #Bravehearts #OperationVijay
[ Kargil Vijay Diwas, Kargil War, Indian Army, Operation Vijay, sacrifice, 1999 war, Dras, Kargil, India-Pakistan ] pic.twitter.com/XnoY39O0Ir
— One India News (@oneindianewscom) July 26, 2025
આ વિજય માત્ર ભૂમિના એક ટુકડા માટે નહોતો, પરંતુ તે ભારતની રાષ્ટ્રભક્તિ, એકતા અને સૈનિકોના અડગ મનોબળનું પ્રતિક હતો. તે સમયે ત્રણ મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતના અનેક જવાનોએ શૌર્યનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. કેમ કે દુશ્મન ઊંચી પોઝીશન પર હતો, છતાં ભારતીય સેનાએ અમોચિત હિમ્મત, વ્યૂહચાતુર્ય અને નિઃસ્વાર્થ બલિદાનથી વિજય મેળવ્યો.
કારગિલ વિજય દિવસના અવસરે દેશભરના રાજકીય નેતાઓ અને નાગરિકો યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (પૂર્વે Twitter) પર આ દિવસે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું: “કારગિલ વિજય દિવસ પર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ અવસર ભારત માતાના બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે. જેમણે દેશના સ્વાભિમાનની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. દેશના સૈનિકોની હિંમત દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે. જય હિંદ!”
देशवासियों को कारगिल विजय दिवस की ढेरों शुभकामनाएं। यह अवसर हमें मां भारती के उन वीर सपूतों के अप्रतिम साहस और शौर्य का स्मरण कराता है, जिन्होंने देश के आत्मसम्मान की रक्षा के लिए अपना जीवन समर्पित कर दिया। मातृभूमि के लिए मर-मिटने का उनका जज्बा हर पीढ़ी को प्रेरित करता रहेगा। जय…
— Narendra Modi (@narendramodi) July 26, 2025
આજના દિવસે દિલ્હી સ્થિત ભારતના વૉર મેમોરિયલથી લઈને દ્રાસના કારગિલ વૉર મેમોરિયલ સુધી દેશભરમાં દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે. શહિદોના પરિવારજનો, સેના અધિકારીઓ અને સામાન્ય નાગરિકો એકત્રિત થઈને ભારત માતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.
કારગિલ યુદ્ધ માત્ર એક સૈન્ય વિજય નહોતો, પણ તેણે સમગ્ર દેશને એક સંગઠિત ભાવનામાં બાંધ્યો હતો. આજના દિવસે આપણે માત્ર શહિદોને સ્મરણ નથી કરતાં, પણ પોતાના અંદરના દેશપ્રેમને પણ મજબૂત બનાવીને એકતા અને શાંતિના સંદેશ સાથે આગળ વધવાનું સંકલ્પ કરીએ છીએ.