પંજાબ પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓને મોટી સફળતા મળેલી છે કારણ કે ખાલિસ્તાની આતંકવાદી પરમિંદર સિંહ પિંડીને યુએઇમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના સક્રિય સભ્ય પિંડી પર બટાલા-ગુરદાસપુર વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ ફેંકી હુમલો કરવો, હિંસક ટોળાં સાથે દહેશત ફેલાવવી, ખંડણી માગવી અને અનેક જઘન્ય ગુનાઓમાં સીધી સંડોવણી હોવાના ગંભીર આરોપો છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે પિંડી વિદેશમાં છુપાયેલા ખતરનાક આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંદા અને તેના સાથી હેપ્પી પાસિયાનો નજીકનો સાથીદાર છે અને લાંબા સમયથી રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
બટાલા પોલીસના અનુરોધ પર ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ (RCN) જારી કર્યા બાદ પંજાબ પોલીસે વિદેશ મંત્રાલય અને યુએઇ સત્તાવાળાઓ સાથે ઝડપી સંકલન કર્યું હતું. 24 સપ્ટેમ્બર 2024ના રોજ એક વરિષ્ઠ પોલીસ અધિકારીની આગેવાની હેઠળ ચાર સભ્યોની વિશેષ ટીમ યુએઇ પહોંચી હતી, જ્યાં કાનૂની પ્રક્રિયાના તમામ તબક્કાઓ ઝડપથી પૂર્ણ કરીને પિંડીને હવાલે કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ પગલું પંજાબ પોલીસની આતંકવાદ સામેની શૂન્ય-સહિષ્ણુતા નીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની તપાસ અને ઓપરેશનલ ક્ષમતાનું સાબિતી છે.
In a landmark operation, @PunjabPoliceInd extradites Babbar Khalsa International (BKI) terrorist Parminder Singh @ Pindi from Abu Dhabi, #UAE to #India with the close coordination and support of Central Agencies. Pindi is a close aide of foreign-based terrorists Harwinder Singh @… pic.twitter.com/XoS4zKWQ9A
— DGP Punjab Police (@DGPPunjabPolice) September 27, 2025
પિંડીનો નેટવર્ક માત્ર પંજાબ સુધી મર્યાદિત નથી, પરંતુ તે વિદેશ સ્થિત ખાલિસ્તાની નેટવર્ક સાથે પણ જોડાયેલો છે. તેના સહયોગી ખાલિસ્તાની નેતા ગુરપતવંત પન્નુએ તાજેતરમાં જ ભારત સરકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને ધમકીભર્યા નિવેદનો આપ્યા હતા. પન્નુએ અમેરિકામાંથી એક વીડિયો જાહેર કરીને દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તિરંગો ફરકાવવાથી રોકનાર લોકોને 11 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, પન્નુના નેટવર્ક દ્વારા કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓ અને ભારત વિરુદ્ધ ઉશ્કેરણી ફેલાવવાનો પણ આરોપ છે.
પરમિંદર સિંહ પિંડીને ભારત પરત લાવવાથી પંજાબ પોલીસને તેના નેટવર્ક, ફંડિંગ સ્રોતો અને ભવિષ્યના આતંકી પ્લાન અંગે મહત્વપૂર્ણ માહિતી મળવાની અપેક્ષા છે. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે ખાલિસ્તાન નામે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનાર કોઈપણ વ્યક્તિને ભારત બહાર છુપાઈને પણ બચી શકશે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel