વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે પાંચ લોકોના રેસ્ક્યૂ કરાયા હતા.
મહીસાગરનો આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર બ્રિજ તૂટતા અનેક વાહનો નદીમાં પડ્યા છે. નદીમાં ટેન્કર, ટુ વ્હિલર સહિત કારના વાહન પડ્યા છે.
वडोदरा के पादरा में बड़ा हादसा, पुल टूटने से कई वाहन नदी में गिरे, अब तक पाँच लोग की मृत्यु होने की खबर
वडोदरा से एक बड़ी खबर सामने आई है। यहां पादरा-जंबूसर के बीच गंभीरा पुल टूट गया और कई वाहन नदी में गिर गए।
जबकि एक ट्रक पुल पर लटका हुआ दिखाई दिया। घटना की सूचना मिलते ही… pic.twitter.com/wTYCvXYy3o
— One India News (@oneindianewscom) July 9, 2025
બ્રિજ તૂટતા 2 ભાગમાં વેચાયો
ઉલ્લેખનીય છે કે મહીસાગર નદી પર બ્રિજ તૂટતા બ્રિજ 2 ભાગમાં વહેંચાયો છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને આ બ્રિજ જોડતો બ્રિજ છે. આ પગલે જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. જેના પગલે આ દુર્ઘટના બની છે.
સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર તરફથી આવતા મોટા વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે વડોદરાના કલેકટરે જણાવ્યા અનુસાર હાલમાં ટ્રાફિકનો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી. હાલમાં માત્ર નદીમાં ખાબકેલા વાહનો અને લોકોની રેસ્ક્યુકામગીરી હાથ ધરવામાં આવી છે.
બ્રિજ તૂટવાની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે પાદરા પોલીસ અને વડોદરાના કલેકટર સહિતની કર્મચારીઓ ઘટના સ્થેળ પહોંચ્યા હતા. તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવી છે.
જોકે બ્રિજ તૂટવાની ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા છે. બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હોવા છતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યાં હતા. જંબુુસર- ભરુચથી પાદરા જતા લોકોને 40 કિલોમીટર ફરીને જવું પડશે.