પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 શ્રમિકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અનેક લોકો હજુ ગુમ હોવાનું માનવામાં આવે છે. આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે બે મોટા ગોડાઉન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા અને ત્યાંથી મળેલા માનવ અવશેષો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી અશક્ય બની ગઈ છે.
મૃતદેહોની હાલત જોઈ ડોક્ટરો અને ફોરેન્સિક નિષ્ણાતો પણ સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક ટીમે ખોપરી અને હાડકાં સહિત કુલ 16 નમૂના એકત્ર કર્યા છે, જેને હવે ગુમ થયેલા શ્રમિકોના પરિવારજનોના DNA સાથે મેચ કરીને ઓળખ કરવામાં આવશે.
Is this the "Industrial Model" of West Bengal? 🚨
A massive fire at a Wow! Momo warehouse in Kolkata has reportedly claimed 40 lives.
Findings so far:
❌ No Fire NOC
❌ Illegal Storage of Flammable Chemicals
❌ Blocked Exits
How many more innocent lives will be sacrificed at… pic.twitter.com/i96J11eIMh
— Mrityunjay Sharma (@MrityunjayS7) January 29, 2026
આ ઘટનાને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ નરેન્દ્રપુરમાં રેલી કાઢી મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે ઘટનાના પાંચ દિવસ બાદ પણ મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી નથી અને દાવો કર્યો કે ગોડાઉનો ગેરકાયદેસર રીતે જળાશયો પૂરી બનાવી દેવામાં આવ્યા હતા, જેમાં ફાયર સેફ્ટીના કોઈ નિયમોનું પાલન થતું નહોતું.
બીજી તરફ વડાપ્રધાન કાર્યાલયે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના વારસદારોને ₹2 લાખ તથા ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે. આ કેસમાં બંગાળ પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં ગોડાઉનના માલિક બાદ મોમો ફેક્ટરીના મેનેજર મનોરંજન શીટ અને ડેપ્યુટી મેનેજર રાજા ચક્રવર્તી સહિત બે સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel