અંકલેશ્વર નજીક આવેલા એક ગામમાં મદ્રેસાના મૌલવી દ્વારા હિંદુ મહિલાની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મૌલવી અઝ્વદ બેમાતનો પરિચય મહિલા સુધી તેની બહેનપણી મારફતે થયો હતો. શરૂઆતમાં મૌલવી મહિલાને મેસેજ અને કોલ કરીને સંપર્કમાં આવતો રહ્યો અને ધીમે ધીમે તેનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતો રહ્યો. ત્યારબાદ તેણે મહિલાને લગ્ન ની લાલચ આપી ત્રણ વખત તેની સાથે એકલામાં મુલાકાત કરી હતી.
એક દિવસે મૌલવીએ મહિલાને તેના ઘરે બોલાવીને કંઈક પીવાનું આપ્યું હતું, જેને પી્યા પછી મહિલા બેભાન થઈ ગઈ હતી. મહિલા બેભાન થતાં જ મૌલવીએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મહિલાને જ્યારે ભાન આવ્યો ત્યારે મૌલવીએ તેને ધર્માંતરણ માટે દબાણ કર્યું હતું. તેણે મહિલા પર દબાણ કરતા કહ્યું કે જો તે મુસ્લિમ ધર્મ સ્વીકારશે નહીં તો તેના બાળકોને જાનથી મારી નાખશે. આ ધમકીઓથી ડરી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપી મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ, કાયદાકીય પ્રકિયાના ભાગરૂપે આરોપી અને પીડિતાનું તબીબી પરિક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. સમગ્ર પ્રકરણને ગંભીરતા સાથે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ઘટનાની સાચી હકિકત બહાર આવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel