click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘રેર અર્થ મેગ્નેટ’ના ઉત્પાદન માટે ₹7,280 કરોડની યોજનાને મોદી સરકારની મંજૂરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘રેર અર્થ મેગ્નેટ’ના ઉત્પાદન માટે ₹7,280 કરોડની યોજનાને મોદી સરકારની મંજૂરી
Gujarat

‘રેર અર્થ મેગ્નેટ’ના ઉત્પાદન માટે ₹7,280 કરોડની યોજનાને મોદી સરકારની મંજૂરી

વધતી માગ અને વૈશ્વિક પરિસ્થિતિઓમાં ફેરફારો વચ્ચે મોદી સરકાર એક યોજના લાવી છે, જેના હેઠળ ભારતમાં જ ઇન્ટિગ્રેટેડ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગની આખી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. જેનાથી ભારત ઘરમાં જ ઉત્પાદન કરતું થઈ જશે એટલે ચીન પરની નિર્ભરતા ઘટશે અને લાંબાગાળે અન્ય દેશોનું ધ્યાન પણ ભારત તરત આકર્ષાશે.

Last updated: 2025/11/27 at 2:16 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

નરેન્દ્ર મોદી સરકારે 26 નવેમ્બરે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM)ના ઉત્પાદન માટે  ₹7,280 કરોડની વિશાળ યોજના ભારતને ટેકનોલોજી અને રણનીતિક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવા તરફનું અત્યંત મહત્વનું પગલું છે. આજની દુનિયામાં EV કાર, સ્માર્ટફોન, લેપટોપ, સ્પીકર, MRI જેવી મેડિકલ મશીનો, પવનચક્કીના ટર્બાઇન, ડ્રોન્સ, સેટેલાઇટ્સ અને ફાઇટર જેટ જેવા ક્ષેત્રોનું ‘હૃદય’ ગણાતા આ શક્તિશાળી મેગ્નેટો હાલમાં વિશ્વમાં લગભગ સંપૂર્ણપણે ચીન જ બનાવે છે અને તેની સપ્લાય ચેઇન પર નિયંત્રણ ધરાવે છે. વિશ્વના 90%થી વધુ REPM ચીન બનાવે છે, જ્યારે ભારત પાસે વિશ્વના પાંચમા નંબરનું મોટું રેર અર્થ રિઝર્વ હોવા છતાં ઉત્પાદન માત્ર 1% જેટલું છે. માર્ચ 2024-25 દરમિયાન જ ભારતે લગભગ 53,000 ટન રેર અર્થ મેગ્નેટની આયાત કરી, જેમાંથી મોટા ભાગનો હિસ્સો ચીનમાંથી આવ્યો. આવી પરિસ્થિતિમાં ભારત ટેકનોલોજીકલી સંવેદનશીલ અને રણનીતિક રીતે મહત્વના ક્ષેત્રોમાં ચીન પર નિર્ભર રહે એ લાંબા ગાળે જોખમી બની શકે છે.

#Cabinet Approves Rs.7,280 Crore Scheme to Promote Manufacturing of Sintered Rare Earth Permanent Magnets (REPM)

➡️First-of-its-kind initiative by the Government of India to promote REPM ecosystem, enhancing self-reliance and positioning India as a key player in the global REPM… pic.twitter.com/3fb9St8gCb

— PIB India (@PIB_India) November 26, 2025

આ યોજનાનો મુખ્ય હેતુ ભારતમાં જ ઇન્ટિગ્રેટેડ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે એટલે કે રેર અર્થ ઓક્સાઇડથી લઈ અંતિમ મેગ્નેટ સુધીની આખી પ્રક્રિયા દેશની અંદર જ થશે. આ મેગ્નેટ બનાવવાની પ્રક્રિયા સાદી નથી; તેમાં સેંકડો રસાયણિક પ્રોસેસિંગ સ્ટેપ્સ, અત્યંત ટેકનિકલ મેટલર્જીકલ પ્રોસેસિંગ અને રેડિયોએક્ટિવ તત્વો (થોરિયમ, યુરેનિયમ)ના સંભાળને કારણે ઊંચી સુરક્ષા જરૂરિયાતો હોય છે. એક ભૂલ પણ કામદારોની સુરક્ષા અને પર્યાવરણ બંને માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. એટલે જ આ યોજનામાં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ અને NITI આયોગ સીધું દેખરેખનું કામ સંભાળશે.

યોજનામાં ₹7,280 કરોડમાંથી ₹6,450 કરોડ સેલ્સ-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI જેવી) તરીકે આપવામાં આવશે, જેથી ભારતમાં ઉત્પાદન કરવું કંપનીઓ માટે નફાકારક બને અને તે લાંબા સમય સુધી ઉત્પાદન ચાલુ રાખે. બાકીના ₹750 કરોડ કેપિટલ સબસિડી તરીકે ફેક્ટરી ઊભી કરવામાં ઉપયોગ થશે. આ યોજના 7 વર્ષ ચાલશે પહેલા 2 વર્ષ પ્લાન્ટ સેટઅપ અને પછીના 5 વર્ષ ઉત્પાદન માટે. કુલ 5 કંપનીઓને દર વર્ષે 1,200 MTPA ક્ષમતા સાથે કુલ 6,000 MTPA ઉત્પાદન કરવાની મંજૂરી મળશે.

Cabinet approved first-of-its-kind Rare Earth Permanent Magnets (REPM) Scheme, to achieve Aatmanirbharta in permanent magnet manufacturing.
➡️ ₹7,280 Cr incentive | 7-year duration

✅ End-to-end value chain: oxides → metals → alloys → finished REPMs
✅ Total capacity:… pic.twitter.com/oiQ9ltaKhi

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 26, 2025

ચીનની તરફથી રેર અર્થ મેગ્નેટની નિકાસ પર તાજેતરમાં લાદવામાં આવેલા નવા નિયંત્રણો, બદલાતી જિઓપોલિટિકલ પરિસ્થિતિ, અને ભારતના EV, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ, એરોસ્પેસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં ઝડપથી વધતી માંગને ધ્યાનમાં લઈ આ યોજના સમયસર અત્યંત જરૂરી હતી. હાલમાં ભારતમાં જે REPMની માંગ છે, તે 2030 સુધીમાં બમણી થઈ જશે. એક EV કારમાં 1–2 કિલો અને એક મોટા પવન ટર્બાઇનમાં 600 કિલો સુધી NdFeB મેગ્નેટ વપરાય છે આથી આવનારા વર્ષોમાં રેર અર્થ સપ્લાય ભારતની ઉર્જા સુરક્ષા, ડિફેન્સ પ્રોડક્શન અને ટેકનોલોજીકલ ગ્રોથ માટે સીધું નિર્ણાયક બનશે.

ભારત દક્ષિણના રાજ્યો કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં રેર અર્થ મિનરલનો વિશાળ ભંડાર ધરાવે છે, પરંતુ અત્યારે તેનો પ્રોસેસિંગ અને રિફાઇનિંગ લગભગ નહિવત થાય છે. હવે સરકારે સ્થાનિક ઉત્પાદન વધારીને સપ્લાય ચેઇન સુરક્ષિત કરવાની અને ચીન પરની નિર્ભરતા ઘટાડવાની લાંબા ગાળાની યોજના બનાવી છે. આત્મનિર્ભર ભારત 2047ની દિશામાં ટેકનોલોજી, ડિફેન્સ અને એનર્જી સુરક્ષાના પાયામાં આવી યોજનાઓ જ અગત્યની બનશે.

આ યોજના હાલ પ્રારંભિક તબક્કે છે પણ લાંબા ગાળે તે ભારતને વિશ્વનાં સૌથી મહત્વનાં હાઈ-ટેક મટિરિયલ્સમાં આત્મનિર્ભર બનાવશે, તેમજ રેર અર્થ મેગ્નેટના વૈશ્વિક બજારમાં ભારતને એક મહત્વનો ખેલાડી બનાવશે. EV ક્રાંતિથી લઈને આગામી પેઢીના ફાઇટર જેટ સુધી, ભારતના મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી ભવિષ્યમાં આ યોજના એક માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, china, CM Gujarat, gujarat, gujarati news, india news, latest news, Modi Government, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Rare Earth Magnets, REPM, topnews, topnewschannel, topnewschannelinindia, ચીન, નરેન્દ્ર મોદી સરકાર, ભારત, રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ, રેર અર્થ મેગ્નેટ, સેલ્સ-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સનાતન સંસ્થા દ્વારા અધ્યાત્મિક ગ્રંથોનું ભવ્ય પ્રદર્શનનું આયોજન સંપન્ન!
Next Article દ્વારકા પહોંચી ASIની ટીમ, જગત મંદિરની આસપાસ અને ગોમતી કિનારે હાથ ધરશે સરવે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?