click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ
Gujarat

દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ

ભીડવાળા ચાંદની ચોક વિસ્તારમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થતી કારમાં તીવ્ર ધડાકો થયો.

Last updated: 2025/11/11 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

નવી દિલ્હી ખાતે થયેલા ભયંકર વિસ્ફોટે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. સોમવારે સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની ધડાકો દૂર સુધી સંભળાયો હતો અને નજીકની ચારથી પાંચ કારો પૂરી રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નીપજ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો દોડધામ કરતા ભાગી ગયા હતા.

#WATCH | A call was received regarding an explosion in a car near Gate No. 1 of the Red Fort Metro Station, after which three to four vehicles also caught fire and sustained damage. A total of 7 fire tenders have reached the spot. A team from the Delhi Police Special Cell has… pic.twitter.com/F7jbepnb4F

— ANI (@ANI) November 10, 2025

દિલ્હી પોલીસ કમિશનર સતિશ ગોલચાએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને સાંજે 6.55 વાગ્યે વિસ્ફોટની જાણકારી મળી હતી, જેના પગલે અનેક ફાયર ટેન્ડર સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. જોકે, વિસ્ફોટ એટલો ઘાતક હતો કે આજુબાજુની ઇમારતોના કાચ તૂટી ગયા હતા અને વીજ લાઈનો બંધ થઈ જતાં વિસ્તાર અંધકારમય બની ગયો હતો. ઘટનાસ્થળે કોઈ ખાડો ન મળતા અને ઘાયલોમાં છરાના નિશાન ન મળતાં પોલીસે આને બોમ્બ બ્લાસ્ટ કહેવાનું હજી ટાળ્યું છે. પોલીસનું માનવું છે કે આ મિકેનિકલ ફોલ્ટ અથવા અન્ય પ્રકારના વિસ્ફોટનું પરિણામ પણ હોઈ શકે છે, જોકે તેની પુષ્ટિ માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે.

ફોરેન્સિક ટીમ સાથે એનઆઈએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી), એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ) અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને પુરાવા એકત્રિત કરી રહ્યા છે. આ જ દિવસે દિલ્હીની બહારના વિસ્તારમાંથી આશરે 2900 કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત થઈ હતી, જેના કારણે આ બે ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે બાબતે તપાસ એજન્સીઓ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે અને સમગ્ર મામલાની વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ કમિશનર તેમજ દિલ્હી સરકારના મુખ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સમગ્ર દિલ્હી સહિત દેશના અન્ય મોટા શહેરોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

Prime Minister Narendra Modi has taken stock of the situation in the wake of the blast in Delhi. He spoke to Union HM Amit Shah and took an update on the situation: GoI Sources pic.twitter.com/Hp9hZwFtho

— ANI (@ANI) November 10, 2025

ઘટનાના સાક્ષી બનેલા કેટલાક લોકોએ વિસ્ફોટનો ભયાનક દૃશ્ય વર્ણવતા કહ્યું હતું કે ધડાકો એટલો મોટો હતો કે આસપાસના લોકોના કાન બહેરા થઈ ગયા હતા અને હવામાં ધૂમાડો અને આગની જ્વાળા છવાઈ ગઈ હતી. એક સાક્ષીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી અચાનક એક માણસનો હાથ ઉડીને મારી પાસે પડ્યો હતો. બીજા એક દુકાનદારે કહ્યું હતું કે વિસ્ફોટની તીવ્રતા એવી હતી કે આખી ઇમારત હચમચી ગઈ હતી. અનેક લોકોએ કહ્યું કે આકાશ લાલ થઈ ગયું હતું અને રસ્તા પર શરીરના ટુકડા પડ્યા હતા.

હાલમાં પોલીસે વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે અને તપાસ ચાલુ છે. ચાંદની ચોક અને લાલ કિલ્લા આસપાસનો વિસ્તાર મંગળવાર સુધી બંધ રાખવામાં આવ્યો છે. એનઆઈએ અને ફોરેન્સિક ટીમો વિવિધ નમૂના એકત્રિત કરી રહી છે જેથી વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થઈ શકે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી, જેના કારણે આ ઘટના આતંકી હુમલો છે કે કોઈ અકસ્માત — તે હજી પણ એક મોટું રહસ્ય બની રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, amit shah, Breaking news, CM Gujarat, Delhi, delhi cm, Delhi CM Rekha Gupta, delhi red fort, gujarat, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Red fort, Red fort metro station, top news channel, topnews, topnewschannelinindia, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ટ્રાફિક સિગ્નલ, દિલ્હી પોલીસ કમિશનર, નવી દિલ્હી, ભયંકર વિસ્ફોટ, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ફરીદાબાદની વધુ એક મહિલા ડૉક્ટર શાહીનાની ધરપકડ, કારમાંથી અસૉલ્ટ રાઇફલ અને કારતૂસ જપ્ત
Next Article દિલ્હી બ્લાસ્ટ: કાર માલિક ઉમરનો ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે સંબંધ, સાગરિતોની ધરપકડ બાદ બ્લાસ્ટની આશંકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?