તીર્થનગરી પાલિતાણા પાસે સગાપરા ધાર પર આવતાં પખવાડિયે મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી પર લાલગીરીબાપુના સાનિધ્ય સાથે આયોજન થયું છે.
ગોહિલવાડની તીર્થનગરી પાલિતાણા પાસે સગાપરા ધાર પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આવતાં પખવાડિયે શનિવાર તા.૧૮થી રવિવાર તા.૨૬ દરમિયાન ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી પર લાલગીરીબાપુના સાનિધ્ય સાથે આયોજન થયું છે.
મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર રામકથા માટે પૂરા પંથકમાં ધાર્મિક ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને સ્થાનિક તેમજ દેશ વિદેશમાંથી ભાવિક શ્રોતાઓ ક્થા શ્રવણ કરશે. ક્થા પ્રારંભે રંગદર્શી પોથીયાત્રા અને સમગ્ર આયોજન માટે ગુરુ આશ્રમ મહંત લાલગીરીબાપુ ગુરુ વિજયગીરીબાપુ દ્વારા નેતૃત્વ સાથે સેવક પરિવાર દ્વારા વિવિધ સમિતિઓના સંકલન વડે પ્રસાદ, નિવાસ અને પૂરક સુવિધાની તૈયારીઓ થઈ રહી છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel