ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવ 8થી 11 જાન્યુઆરી સુધી ચાર દિવસ ચાલશે અને તે સોમનાથ મંદિરમાં 1026માં થયેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અને મંદિરના આધુનિક પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજવામાં આવી રહ્યો છે. સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને સ્વાભિમાનનું અમર પ્રતીક છે, જે અનેક હુમલાઓ અને પડકારોને સામે છતાં અડીખમ ઊભું રહીને દેશની અડગ આસ્થા અને પુનરુત્થાનની શક્તિને દર્શાવે છે.
जय सोमनाथ !
सोमनाथ स्वाभिमान पर्व का आज से शुभारंभ हो रहा है। एक हजार वर्ष पूर्व, जनवरी 1026 में सोमनाथ मंदिर ने अपने इतिहास का पहला आक्रमण झेला था। साल 1026 का आक्रमण और उसके बाद हुए अनेक हमले भी हमारी शाश्वत आस्था को डिगा नहीं सके। बल्कि इनसे भारत की सांस्कृतिक एकता की भावना… pic.twitter.com/dDXCPf1TMM
— Narendra Modi (@narendramodi) January 8, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્વની શરૂઆતની અવસરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી આ અવસરને શ્રદ્ધાંજલિ અને પ્રેરણાના રૂપમાં ઉજાગર કર્યો. તેમણે લખ્યું કે, 1026માં સોમનાથ પર પ્રથમ આક્રમણ થયું છતાં આજે મંદિર ગૌરવપૂર્ણ રીતે અડીખમ છે, અને આ શ્રદ્ધાનું સંકલ્પ રાષ્ટ્રીય એકતા અને સંસ્કૃતિ માટે પ્રેરણા આપે છે. તેમણે પોતાની જુની તસ્વીરો પણ શેર કરી, જેમાં યુવાન PM તરીકે, ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે તેમના સોમનાથ મંદિરની મુલાકાતોની ઝલક છે, અને લોકોએ #SomnathSwabhimanParv હેશટેગ સાથે પોતાની તસ્વીરો શેર કરવાની અપીલ કરી છે.
ચાર દિવસના ઉત્સવમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આકર્ષણ તરીકે 3000 ડ્રોનનો મેગા ડ્રોન શો યોજાશે, જેમાં અરબ સમુદ્રના આકાશમાં સોમનાથ મંદિરના ઇતિહાસ અને મહિમાનું દૃશ્યાત્મક નિરૂપણ કરાશે. સાથે જ, 108 ઘોડાઓ સાથે શૌર્ય યાત્રા અને ભવ્ય રોડ શો યોજાશે, જે મંદિરના રક્ષણ માટે પ્રાણ આપનારા વીરોના શૌર્યને શ્રદ્ધાંજલિ આપશે. આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા માટે 243 મંદિરોમાં 72 કલાકનું અખંડ ઓમકાર જાપ યોજાશે, જેમાં 2500 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, 1000 કલાકારો દ્વારા શંખનાદ અને 20 મોટા સ્ટેજ પર શિવભક્તિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
#SomnathSwabhimanParv का ये अवसर, भारत माता के उन असंख्य सपूतों को स्मरण करने का पर्व है, जिन्होंने कभी अपने सिद्धांतों और मूल्यों से समझौता नहीं किया। समय कितना ही कठिन और भयावह क्यों ना रहा हो, उनका संकल्प हमेशा अडिग रहा। हमारी सभ्यता और सांस्कृतिक चेतना के प्रति उनकी निष्ठा…
— Narendra Modi (@narendramodi) January 8, 2026
પર્વમાં PM નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે; તેઓ 10 જાન્યુઆરીે સાંજે 5:30 વાગ્યે સોમનાથ પહોંચી ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે અને 11 જાન્યુઆરીએ મંદિરમાં દર્શન-પૂજન, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ, શૌર્ય યાત્રામાં ભાગ અને જનસભાનું સંબોધન કરશે, જ્યાં તેઓ સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપશે. સોમનાથ કોરિડોરના વિકાસ સાથે પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર પર્વ દરમિયાન વર્ષભર વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સોમનાથની ધરોહર, ભક્તિ અને સ્વાભિમાનને ઉજાગર કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel