દ્વારકામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ વર્ણનમાં શિવ ચરિત્ર પ્રસ્તુત થયું. આજની કથામાં જણાવ્યું કે, વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે.
ભારતવર્ષનાં ઐતિહાસિક તીર્થ દ્વારકામાં સંતો, મહંતો અને મહાનુભાવો સાથે ભાવિક શ્રોતાઓ મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે.
વિવિધ ચિંતન બોધ સાથે મોરારિબાપુએ આજની કથામાં જણાવ્યું કે, વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે. સાપેક્ષ તત્ત્વ અંગે કૌરવો પાંડવોની કથા તેમજ તુલસીદાસજીના સૂત્રો વગેરે સાપેક્ષ હોવાની વાત દ્રષ્ટાંત સાથે પ્રસ્તુત કરી અને સકળમાં પરસ્પર આ જોડાયેલ હોવાનું સમજાવ્યું.
ક્થા પ્રારંભ કરતાં ઉપનિષદ આધારે સનાતન પરમ તત્ત્વના ૧૬ જેટલાં લક્ષણો પૈકીના કેટલાંક પર વ્યાખ્યા કરી શિવજીના આ તત્ત્વ લક્ષણો રામ, કૃષ્ણ, ભવાની, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને હનુમાનજીમાં પણ રહેલાં હોવાની ભાવ તુલના પ્રસ્તુત કરી.
તીર્થધામ દ્વારકામાં આ રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ વર્ણનમાં શિવ પાર્વતી સંવાદ સાથે ચરિત્ર પ્રસ્તુત થયું.
કથામાં જયસુખરામબાપા, જાનકીદાસબાપુ તથા કેશવાનંદબાપુ કથા શ્રવણમાં જોડાયાં હતાં. ભાવિક શ્રોતાઓ કથા શ્રવણ સાથે પ્રસાદ લાભ લઈ રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel