કથાકાર વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે.
કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં કૃષ્ણ ચરિત્ર ક્થા પ્રસંગ સાથે સાંપ્રત સામાજિક સ્થિતિ સંદર્ભે પણ વિવિધ વાતોનો પ્રસ્તુત થઈ રહેલ છે, જેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
માધાપરમાં ગોવિંદભાઈ વાગડિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત ક્થા દરમિયાન વૈશાલીબાળા આચાર્ય દ્વારા પર્યાવરણ સંદેશ સાથે થયેલાં સંકલ્પ મુજબ વૃક્ષારોપણ કરાયું છે. આમ, પ્રભુનાં ચરિત્રગાન સાથે તેઓ પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel