click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી
Gujarat

નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી

જેમ-જેમ માર્ચ 2026ની ડેડલાઈન નજીક આવી રહી છે તેમ નક્સલવાદીઓ ખતમ થતા જાય છે. એ જ કારણ છે કે હવે ફરી શાંતિપ્રસ્તાવો રજૂ કરવા માંડ્યા છે.

Last updated: 2025/09/17 at 4:46 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મહિનાના સંઘર્ષવિરામ (Ceasefire) માટે ઑફર મૂકી છે. ‘અભય’ નામથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં (જે હકીકતમાં માઓવાદી નેતા મલ્લોજુલા વેણુગોપાલ રાવનું ઉપનામ છે) સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાર્ટીના મહાસચિવ બસવરાજુની પહેલ પર તેઓ શસ્ત્રો મૂકીને શાંતિ પ્રક્રિયામાં આગળ વધવા માંગે છે. માઓવાદીઓએ કહ્યું છે કે તેઓ એક મહિના સુધી શસ્ત્રો ન ઉઠાવવાની બાંહેધરી આપશે અને આ દરમ્યાન જેલમાં રહેલા તથા વિવિધ રાજ્યોમાં સક્રિય તેમના સાથી કાર્યકરો સાથે ચર્ચા કરીને આગળનો રસ્તો નક્કી કરશે. તેઓએ આ સમયગાળા દરમિયાન સરકારને પણ નક્સલ વિરોધી કાર્યવાહી રોકવા વિનંતી કરી છે.

નિવેદનમાં એવું પણ ઉમેરાયું છે કે બદલાતી રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તથા વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સહિતના દેશના વરિષ્ઠ નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવેલી મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલને ધ્યાનમાં રાખીને જ તેમણે આ નિર્ણય લીધો છે. માઓવાદીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જાહેર હિતના મુદ્દાઓ પર કામ કરતા રાજકીય પક્ષો સાથે પણ જોડાવા તૈયાર છે અને સીધી વાતચીત માટે કેન્દ્રીય ગૃહમંત્રી અથવા તેમના પ્રતિનિધિ સાથે મીટીંગ કરવા તૈયાર છે.

છત્તીસગઢ પોલીસે જણાવ્યું છે કે આ પ્રેસ રિલીઝની સત્યતા ચકાસી રહી છે, કારણ કે ફોર્મેટ અગાઉની યાદીઓથી થોડું જુદું છે. તેમ છતાં, પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર કોઈ અંતિમ નિર્ણય નહીં લે ત્યાં સુધી નક્સલ વિરોધી અભિયાન ચાલુ જ રહેશે.

ગૌરવપૂર્ણ વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની કડક કાર્યવાહીના કારણે નક્સલવાદી પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો થયો છે. 2024–25 દરમિયાન અનેક નક્સલ કમાન્ડરો ઠાર કરવામાં આવ્યા, જેમાં બસ્તરના ટોપ લીડર બસવરાજુનો પણ સમાવેશ થાય છે. સરકારની પુનર્વસન નીતિના કારણે હજારો માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે — માત્ર 2025ના પ્રથમ ચાર મહિનામાં જ 718 નક્સલીઓએ શસ્ત્રો મૂકી દીધા, જ્યારે 2024માં આ આંકડો 928 રહ્યો હતો. તાજેતરમાં જ એક કરોડના ઈનામી સહદેવ સોરેન સહિતના મોટા નક્સલીઓને ઠાર કરવામાં આવતા સંગઠન વધુ નબળું બન્યું છે.

આ પરિસ્થિતિમાં સ્પષ્ટ છે કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નક્કી કરાયેલ માર્ચ 2026ની ડેડલાઈન પહેલાં જ નક્સલવાદી સંગઠનો સમાપ્તી તરફ વધી રહ્યા છે. હવે તેઓ હથિયારો મૂકી શાંતિપ્રક્રિયામાં જોડાવાની તૈયારીમાં છે, જે ભારતના સૌથી મોટા આંતરિક સુરક્ષા પડકારનો અંત લાવવાનું સંકેત આપી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, amit shah, Breaking news, central government, Chhattisgarh, Chhattisgarh Government, Chhattisgarh news, Chhattisgarh police, CPI-માઓવાદી, gujarat, gujarati news, Narendra Modi, Naxalism, Naxalites, news channel in india, newschannelinindia, oneindianews, surrender weapons, topnews, topnewschannelinindia, કેન્દ્ર સરકાર, છત્તીસગઢ, છત્તીસગઢ પોલીસ, નક્સલવાદીઓ, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
Next Article પટના હાઈકોર્ટનો આદેશ: પીએમ મોદીની માતા પરનું AI વિડિયો તરત હટાવો, કોંગ્રેસ અને સોશિયલ મીડિયા ને નોટિસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?